ભાવનગરમાં કોરોનાનો કહેર મચાવી રહ્યો છે હાહાકાર

  • April 22, 2021 07:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા ૨૬૦ પોઝિટિવ કેસ, ૧૪૧ થયા ડિસ્ચાર્જ 

 

ભાવનગર જિલ્લામા ૨૬૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૪૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૬ દર્દીઓનું અવસાન થયું છે.જિલ્લામાં નોંધાયેલા કુલ ૯,૭૩૪ કેસો પૈકી ૧,૭૨૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 

 

 

ભાવનગર જિલ્લામા  ૨૬૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૯,૭૩૪ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૮૬ પુરૂષ અને ૬૩ સ્ત્રી મળી કુલ ૧૪૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે ૩, વલ્લભીપુર ખાતે ૫, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૬, ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે ૩,  મહુવા ખાતે ૨૩, સિહોર તાલુકાના ભૂતિયા ગામ ખાતે ૩, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૩, સિહોર ખાતે ૪, તળાજા ખાતે ૩,  સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૩ અને અન્ય ગામોમાં એક બે કેસ મળી કુલ ૧૧૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

 

 

 ભાવનગર શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે રહેતા એક દર્દી અને મહુવા ખાતે રહેતા બે દર્દી મળી કુલ છ કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૯૦ અને તાલુકાઓમાં ૫૧ કેસ મળી કુલ ૧૪૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૯,૭૩૪ કેસ પૈકી હાલ ૧,૭૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૯૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS