ચેન્નાઈ સુપર કિંગ્સ અને ફેન્સ માટે મોટો ઝટકો, આ ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત

  • May 28, 2023 07:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. જો કે હાલ અમદાવાદમાં વરસાદની સ્થિતિના પગેલે મેચ મોડો રમાશે તેવું જાનવ મળી રહ્યું છે. આ મેચ પહેલા ચેન્નાઈના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. CSK ટીમના ખેલાડી અંબાતી રાયડુએ આ મેચ બાદ IPLમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.


અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફાઈનલ મેચ બાદ સંન્યાસ લેવાના નિર્ણય વિશે માહિતી આપી હતી. અંબાતીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે ચેન્નાઈ અને ગુજરાત 2 સારી ટીમો છે. 204 મેચ 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઈનલ, 5 ટ્રોફી. આશા છે કે આજે રાત્રે છઠ્ઠી ટ્રોફી જીતીએ. મેં નક્કી કર્યું છે કે આજની રાતની ફાઈનલ આઈપીએલમાં મારી છેલ્લી મેચ હશે. મને આ મહાન ટૂર્નામેન્ટમાં રમવાની ખરેખર મજા આવી. આપ સૌનો આભાર. નો યુ-ટર્ન.


અંબાતી રાયડુએ વર્ષ 2010માં રમાયેલી આઈપીએલ સિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય રાયડુ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પણ મહત્વનો હિસ્સો રહ્યો છે. 2018 સીઝનમાં, અંબાતી રાયડુ પ્રથમ વખત ચેન્નાઈ ટીમનો ભાગ બન્યો. અત્યાર સુધી રાયડુએ 203 IPL મેચોમાં 28.29ની એવરેજથી કુલ 4329 રન બનાવ્યા છે. અંબાતી રાયડુએ ગત સિઝનમાં પણ અચાનક નિવૃત્તિ જાહેર કરી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલની આ સિઝનમાં અંબાતી રાયડુને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં સ્થાન આપ્યું છે. રાયડુ આ સિઝનમાં 11 ઇનિંગ્સમાં 15.44ની એવરેજથી માત્ર 139 રન જ બનાવી શક્યો છે. રાયડુનો આ સિઝનમાં સર્વોચ્ચ સ્કોર 27 રન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application