જૂનાગઢમાં કોરોના તાંડવ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા

  • July 10, 2020 07:20 PM 275 views

જૂનાગઢ શહેર અને જિલ્લાને કોરોનએ બાનમાં લીધું છે. આજે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ૯ કેસ અને જિલ્લામાં ૨ કેસ નોંધાતા દોડધામ મચી જવા પામી છે. શહેરના ગુણાતીત નગરના ૬૩ વર્ષીય પુરુષ, ગોધા વાવ પાટીના  ૬૦ વર્ષીય મહિલા, ગાંધીગ્રામના ૭૪ વર્ષીય પુરુષ,  વાંઝા વાડના ૬૩ વર્ષીય પુરુષ, જોષીપુરામાં ચાર મહિલાઓને જયારે મધુરમના ૩૧ વર્ષીય પુરુષ, ગ્રામ્ય વિસ્તારમાં  વિસાવદરના નાની મોણપરી ગામે  ૩૨ વર્ષીય પુરુષ અને પીરવડ  ગામે ૧૮ વર્ષીય પુરુષ મળી કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application