જામનગરના જાતીય શોષણ પ્રકરણમાં એલ.બી. પ્રજાપતિ અને અકબરના જામીન નામંજૂર

  • June 29, 2021 10:17 AM 

બંને આરોપીઓને જેલભેગા કરાયા: અન્યની સંડોવણી બાબતે સઘન તપાસ

જામનગર સહિત રાજ્યભરમાં ભારે ચકચારી બનેલા સરકારી કોવિડ હોસ્પિટલના જાતીય શોષણ પ્રકરણમાં આરોપી એલ બી પ્રજાપતિ અને અકબર અલીની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે, બીજી બાજુ પોલીસ દ્વારા આ પ્રકરણમાં અન્યની સંડોવણી છે કે કેમ? એ બાબતે તપાસ જુદી જુદી દિશામાં લંબાવવામાં આવી છે.

જામનગરની સરકારી કોવીડ હોસ્પિટલમાં યોન શોષણ કરવામાં આવ્યા હોવાના સનસનાટીજનક આક્ષેપ બાદ ભારે ખળભળાટ મચી ગયો હતો અને આ અંગે ફરિયાદ નોંધવા તેમજ ધરણા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, મામલો છેક ગાંધીનગર સુધી ગયો હતો અને તપાસ કમિટી બનાવવામાં આવી હતી, અટટેન્ડેડ યુવતીઓના નિવેદન નોંધ્યા બાદ આખરે આ ચકચારી પ્રકરણમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા હોસ્પિટલના એચઆર મેનેજર એલ બી પ્રજાપતિ અને સુપરવાઇઝર અકબર અલીની ધરપકડ કરી હતી, બંને આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર લઇને પોલીસ દ્વારા વધુ કેટલાંક નિવેદનો લઈને પકડાયેલા બંને શખસોની સઘન પૂછતાછ કરવામાં આવી હતી.

આ ચકચારી પ્રકરણમાં બંને આરોપીઓએ જામનગરની અદાલતમાં જામીન અરજી કરી હતી દરમિયાનમાં રિમાન્ડ પૂરા થતાં બંનેને ગઈકાલે બપોર બાદ અહીંની અદાલતમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા બીજી બાજુ જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવતા બંને આરોપીઓને જેલ હવાલે કરાયા છે.

આ ઉપરાંત પોલીસ દ્વારા આ ચકચારી પ્રકરણમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ એ સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS