જામનગરમાં એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષ્ાારોપણ માટે આવતીકાલે રોપા વિતરણ

  • June 04, 2021 11:36 AM 

વિશ્ર્વ પયર્વિરણ દિનની ઉજવણી: શહેરની સેવાક્યિ સંસ્થાઓ એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા શહેરીજનોએ પયર્વિરણ બચાવવા માટેના અભિયાનમાં જોડાવવા અનુરોધ: વૃક્ષ્ાોનું જતન ઉછેર-માવજત યોગ્ય રીતે કરનારનું કરાશે બહુમાન

વિશ્ર્વ પયર્વિરણ દિવસની ઉજવણી જામનગરમાં નવા અભિગમ સાથે કરવા શહેરની જાણીતી સેવાક્યિ સંસ્થાઓ હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્ર્વભરને માટે ગ્લોબલ વોર્મીંગ વિકરાળ સમશ્યા બની રહી છે અને મહામારી સહિતની અનેક મુસીબતો વિશ્ર્વ આખાને કનડી રહી છે આ પરીસ્થીતી વધુ બગડતી અટકાવવા માટે પયર્વિરણના જતનની જવાબદારી દરેક નાગરીક ફરજ સમજીને બજાવે એ સર્વશ્રેષ્ઠ કાર્ય છે.

વિશ્ર્વ પયર્વિરણ દિવસ તા.પ જુન - ર0ર1 ના રોજ જામનગર શહેરના નાગરિકોને સંસ્થાના કાયર્લિય (ઝુલેલાલ મંદિર સામે, ત્રણ બતી-જામનગર) પરથી રોપા વિતરણ આવતીકાલે સવારે 10-00 થી બપોરે 1-00 વાગ્યા સુધી તેમજ સાંજે 4-00 થી 7-00 વાગ્યા દરમ્યાન કરવામાં આવશે, જે જામનગરવાસી પોતાની જગ્યામાં અંગત જવાબદારી સમજી-સ્વિકારી વૃક્ષ્ાારોપણ કરવું હોય તે તમામને એક-એક રોપો આપવામાં આવશે આ રોપાનું વાવેતર કરી તેના ઉછેર અને જતનની ફરજ લઈ જનાર નાગરીકે નિભાવવાની રહેશે.

એ પછી સમયાંતરે આયોજક સંસ્થાના પ્રતિનિધિ રોપા લઈ જનાર નાગરીકે જયાં વૃક્ષ્ાારોપણ ર્ક્યું હશે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ વૃક્ષ્ાની માવજત-ઉછેરનું નિરીક્ષ્ાણ કરશે સાથે જ એક વષ્ર્મિાં જે-જે નાગરીકોએ શ્રેષ્ઠ રીતે વૃક્ષ્ાનો ઉછેર ર્ક્યો હશે તે તમામનું બહુમાન કરવામાં આવશે.

આપણા શહેરનું પયર્વિરણ જળવાય-વાતાવરણ શુધ્ધ-સારૂં બને તે માટેનું કાર્ય દરેક જામનગરવાસીની ફરજ પણ છે. વિશ્ર્વ પયર્વિરણ દિવસથી આપણે સૌ આ ફરજ સહીયારા પ્રયાસરૂપે નિભાવવા પ્રતિબધ્ધ બનીએ તે માટે એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા શહેરીજનોને આ કાર્યમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS