અમેરિકામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સર્જરી કરવામાં આવી છે, જે મેડિકલ ક્ષેત્રે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.અમેરિકાના ન્યુ જર્સીમાં સર્જનોએ એક મહિલાના શરીરમાં હાર્ટ અને ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. આ પ્રથમ વખત છે જ્યારે હૃદય અને ડુક્કરની કિડની માનવમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે.
આ સર્જરી ન્યુ જર્સીના એનવાયયુ લેંગોન ખાતે કરવામાં આવી હતી. ન્યુ જર્સીની રહેવાસી 54 વર્ષની લિસા પિસાનો હાર્ટ ફેલ્યોર અને છેલ્લા સ્ટેજની કિડનીની બિમારીથી પીડિત હતી. તેને નિયમિત ડાયાલિસિસની જરૂર હતી. ઘણા સમયથી લિસા હાર્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ અમેરિકામાં ઓર્ગન ડોનર્સની અછતને કારણે તે અંગો મેળવી શકી ન હતી.
સર્જરી બાદ લિસાએ કહ્યું કે જ્યારે મારી સાથે પહેલીવાર આ ઓપરેશન વિશે વાત કરવામાં આવી ત્યારે મેં કહ્યું કે હું ચોક્કસપણે આનો પ્રયાસ કરવા માંગીશ. સર્જરી બાદ લિસાએ ICUમાં પોતાના બેડ પરથી મીડિયા સાથે વાત કરી હતી. લિસાએ જણાવ્યું કે તે તમામ પ્રકારની સારવાર કરાવ્યા બાદ થાકી ગઈ હતી અને હારી ગઈ હતી. તેથી જ્યારે ડોકટરોએ મને ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે જણાવ્યું, ત્યારે મેં ખુશીથી તેનો સ્વીકાર કર્યો. લિસાએ આગળ કહ્યું, 'આશા છે કે હવે મને મારા પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરવાનો અને તેમની સાથે રમવાનો મોકો મળશે.'
અમેરિકામાં અંગોની માંગ વધુ અને પુરવઠો ઓછો
અમેરિકામાં અંગ દાન કરનારાઓની સંખ્યા કરતાં અંગ મેળવનારાઓની સંખ્યા ઘણી વધારે છે. અહેવાલો અનુસાર, અમેરિકામાં દરરોજ 17 લોકો અંગની રાહ જોતા મૃત્યુ પામે છે. અહીં કિડનીની માંગ સૌથી વધુ અને પુરવઠો સૌથી ઓછો છે. ઓર્ગન પરચેઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ નેટવર્ક અનુસાર, 2023માં લગભગ 27 હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, પરંતુ લગભગ 89 હજાર લોકો તે અંગો માટે રાહ જોઈ રહ્યા હતા.
4 એપ્રિલે લિસાના શરીરમાં હાર્ટ પંપ લગાવવામાં આવ્યો હતો અને 12 એપ્રિલે પિગની થાઇમસ ગ્રંથિ સાથે જીન-એડિટેડ પિગની કિડની લગાવવામાં આવી હતી. વિશ્વમાં પ્રથમ વખત માર્ચ મહિનામાં મેસાચ્યુએટસ જનરલ હોસ્પિટલમાં 62 વર્ષના રિક સ્લેમેન નામના વ્યક્તિમાં ડુક્કરની કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. જે આ મહિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઘરે પણ પહોંચી ગયા છે. પરંતુ આ પહેલા જયારે ૨ બે લોકોને ડુક્કરની કિડની આપવામાં આવી હતી, ત્યારે તેઓ થોડા અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech