60 મિનિટમાં ક્લિયર કરો કોવિડ દર્દીના કેશલેસ ક્લેમ, વીમા કંપનીઓને નિર્દેશ

  • April 30, 2021 09:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય વીમા નિયામક તેમજ વિકાસ પ્રાધિકરણ એટલે કે IRDAIએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે કોવિડ 19ના સંબંધિત કોઈપણ હેલ્થ ઈંસ્યોરન્સ ક્લેમને અડધી કલાક કે વધુમાં વધુ 60 મિનિટમાં ક્લિયર કરી દેવા. દિલ્હી હાઈકોર્ટે આ મામલે ગુરુવારે આપેલા આદેશ બાદ ઈરડાઈએ વીમા કંપનીઓને આ નિર્દેશ આપ્યા છે. 

 

 

દિલ્હી હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે ઈરડાઈ વીમા કંપનીઓને નિર્દેશ કરે કે કેશલેસ ક્લેમ ત્વરિત ક્લીયર કરે. ઈરડાઈએ તમામ વીમા કંપનીઓને કહ્યું છે કે આ મામલે સંબંધિત તમામ પક્ષોને જાણકારી આપી દેવામાં આવે કે કોવિડના દર્દી હોસ્પિટલમાં દાખલ થાય અને જરૂરી દસ્તાવેજ જમા કરાવે ત્યારબાદ એક કલાકમાં જ કેશલેસ ક્લેમ ક્લીયર થઈ જવા જોઈએ.

 

 

આ નિર્ણયથી દર્દીઓને કોરોનાની સારવારમાં થયેલા ખર્ચ મામલે ચિંતા નહીં રહે અને એક કલાકમાં ક્લેમની પ્રોસેસ પુરી થઈ જતા એક દર્દીને ડીસ્ચાર્જ કરી તુરંત બીજા દર્દીને બેડ ખાલી થવાથી દાખલ પણ કરી શકાશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS