ઈમરાન ખાને કોરોના પોઝિટિવ હોવા છતાં મીડિયા સાથે બેઠક યોજી: ચારે તરફથી ટીકાનો વરસાદ

  • March 26, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ હરકતનો ખુલાસો ખુદ તેમના સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે કર્યો

 


પોતાની જનતાને નિયમોના પાલનની સલાહ આપનારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પોતે કોવિડ 19ના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. ગત અઠવાડિયે ઈમરાન ખાન કોરોના પોઝિટિવ નીકળ્યા હતા આમ છતાં તેમણે ગુરુવારે વ્યક્તિગત રીતે એક બેઠક યોજી. ઈમરાન ખાનની આ હરકતનો ખુલાસો ખુદ તેમના સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે કર્યો છે. ફરાઝે બેઠકની જાણકારી આપતા એક ટ્વીટ કરી છે. જેમાં ઈમરાન ખાન જોવા મળી રહ્યા છે.

 


પ્રધાનમંત્રી દ્વારા કોરોના ની રોકથામ માટે બનાવવામાં આવેલા નિયમોના ભંગ પર પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. લોકો સવાલ કરે છે કે જ્યારે નિયમો બનાવનારા જ તેનો ભંગ કશે તો પછી કોરોના સામે જંગ કેવી રીતે લડી શકાશે? સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે એક તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે બાની ગાલામાં આજે મીડિયા ટીમ સાથે પ્રધાનમંત્રી. જેમાં કોરોના સંક્રમિત ઈમરાન ખાન છ લોકો સાથે બેઠક કરતા જોવા મળી રહ્યા છે. જો કે ઈમરાન ખાન અને બેઠકમાં સામેલ લોકોએ માસ્ક પહેરેલા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કર્યું છે. પરંતુ નિયમોનો ભંગ કરતા તેમની આકરી ટીકા થઈ રહી છે.

 


સોશિયલ મીડિયા પર યૂઝર્સે ઈમરાન ખાન વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કેટલાક યૂઝર્સે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનનો હવાલો આપતા કહ્યું કે જ્યારે જ્હોનસન કોરોના સંક્રમિત થયા હતા ત્યારે તેમણે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. એક યૂઝરે ઈમરાન ખાન પર કટાક્ષ કરતા કહ્યું કે બુદ્ધિમાન, અને સમજદાર સરકારો ત્યારે પણ કામ કરે છે જ્યારે તેમના દેશના પ્રમુખ હોય છે. તે પોતે અને બીજાને બંનેને બચાવે છે. એક યૂઝરે લખ્યું કે આ એક મોટી સમસ્યા છે. ઈમરાન પોતે બીમાર છે, તો તેમણે બેઠક માટે એક સારી રીત શોધવી જોઈતી હતી.

 


ઝિયો ન્યૂઝે જણાવ્યું કે નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,858 કોરોના ટેસ્ટ થયા. જેમાંથી 3946 લોકો પોઝિટિવ નીકળ્યા. પાકિસ્તાનમાં કોરોના પોઝિટિવિટી રેટ વધીને 10.15 થયો છે. નોંધનીય છે કે નેશનલ હેલ્થ સર્વિસના ઈમરાનના વિશેષ સહાયક ફૈસલ સુલ્તાને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કોરોના સંક્રમિત થયા છે અને ઘર પર આઈસોલેશનમાં છે. તેના બે દિવસ પહેલા જ ઈમરાને ચાઈનીઝ વેક્સીન સીનોફોર્મનો પહેલો ડોઝ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS