જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ક્યુ વ્રત કરવું જોઈએ, જાણો પૂજન વિધિ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


જયેષ્ઠ પૂર્ણિમાની તિથિ મુહૂર્ત

 

પૂર્ણિમા તિથિનો પ્રારંભ - 5જૂન 2020ના રોજ 03:17:47 કલાકે

પૂર્ણિમા તિથીની સમાપ્તિ - 6જૂન 2020ના રોજ 24 : 44 કલાકે

 

વ્રતનો મહિમા

 

હિન્દુ ધર્મમાં જ્યેષ્ઠ મહિનાનું ઘણું બધું મહત્ત્વ છે તો આ મહિનામાં ઘણા વિશેષ તહેવારો પણ આવે છે. જેને કારણે આ મહિનાનું મહત્વ વધી જતું હોય છે. 

 

આમ તો દર મહિને પૂર્ણિમાની તિથિ આવતી હોય છે. પરંતુ જ્યેષ્ઠ માસમાં આવતી પૂર્ણિમાની તિથિની વિશેષતા અલગ છે.

 

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સ્નાન ધ્યાન અને સાથે સાથે દાન-પુણ્ય વગેરે કાર્યો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

 

આ ઉપરાંત આ દિવસે વડસાવિત્રીના વ્રત તેમજ કબુરદાસજીની જયંતીની પણ ઉજવણી કરવામાં આવે છે. તો શુભમુહૂર્ત  સાથે જોડાયેલી કથા તેમ જ માન્યતાઓ વિશે જાણીએ.

 

જયેષ્ઠ માસની પૂર્ણિમાની તિથિ પર વડસાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે, ખાસ કરીને આપણા મહારાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણના રાજ્યોમાં વિશેષરૂપે રાખવામાં આવતું હોય છે.

 

આ દિવસને લઈને માન્યતા છે કે આ દિવસે સાવિત્રીએ પોતાના પતિના પ્રાણ યમરાજા પાસેથી પરત મેળવ્યા હતા જેના કારણે પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે આ વ્રત રાખતી હોય છે.

 


કથાઓ પ્રમાણે સંતકબીરના જન્મ તિથિ પ્રમાણે આ દિવસે થયો હતો. આ માટે દર વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે તેમની જયંતિ ની ઉજવણી કરવામાં આવે છે. કબીરદાસ ભક્તિ કાળના પ્રમુખ કવિ રહ્યા છે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન સમાજની બદીઓ દૂર કરવા માટે સમર્પિત કરી દીધું હતું.


વ્રતની પૂજા વિધિ

 

  • ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મહિલાઓ ઉપવાસ રાખે છે તેમ જ વડના વૃક્ષની નીચે બેસીને પૂજા તથા આરાધના કરે છે.
  • આ સિવાય એક માસની ટોપલીમાં સાત પ્રકારનાં અનાજ રાખી તેને કપડાના બે ટુકડા થી ઢાંકી દેવામાં આવે છે.
  • પછી એક ટોપલીમાં સાવિત્રી માતાની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે.
  • વડના વૃક્ષને  જળ,ચોખા , સુતરના દોરા અને કંકુથી પુજા કરવામાં આવે છે.સૂતર અને વૃક્ષની સાત વખત પરિક્રમા કરવામાં આવે છે.
  •  આ વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ મહિલાઓ સાવિત્રીની કથા સાંભળે છે તેમજ ક્ષમતા અનુસાર દાન-દક્ષિણા આપી અને પતિની લાંબી આયુની કામના કરે છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS