આજે ગંગા દશેરા, લોકડાઉનમાં ઘરે રહીને પણ લગાવો આસ્થાની ડૂબકી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 દેશ વ્યાપી લોકડાઉન દરમિયાન જો તમે ઘરમાં રહીને પણ પાણીમાં ગંગાજળ મેળવી અને સ્નાન કરો તો ગંગાજી ની કૃપા તમારા પર થઈ શકે છે.

 

જયેષ્ઠ શુક્લ દશમીના દિવસે હસ્ત નક્ષત્રમાં ગંગામાં સ્વર્ગમાંથી ધરતી પર આવ્યા હતા.  ગંગા દશેરા પર દાન અને સ્નાનનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે આ વર્ષે 1 જુનના  દિવસે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે.


હિંદુ ધર્મ અનુસાર ગંગાસ્નાન થી લગભગ 10,000 પાપોમાંથી મુક્તિ મળે છે.આ દિવસે વિષ્ણુ દિન પુણ્ય સલિલા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું એટલે આ દિવસને ગંગા દશેરા કે લોકભાષામાં જેઠના દશેરા નામથી પણ ઓળખવામાં આવે છે.

 

ગંગાજળના સ્પર્શ થી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગંગા દશેરાની વાયકા પ્રમાણે ગંગા પહાડોમાંથી ઉતરી અને હરિદ્વાર બ્રહ્મકુંડમાં આવી હતી. અને ત્યાર થી આ દિવસને ગંગા દશેરાના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે.

 

એવી માન્યતા છે કે ગંગા અવતરણની આ પાવન તિથિના દિવસે ગંગાજીમાં સ્નાન કરવું ખૂબ જ કલ્યાણકારી છે. ગંગા દશેરા પર્વનું મહત્વ સ્નાન અને દાન સાથે જોડાયેલું છે.

 

ગંગાજીમાં ડૂબકી લગાવવાથી મનુષ્યને 10,000 પાપો ધોવાઈ જાય છે. આ માટે ભૂતકાળમાં થયેલી કોઈ પણ મોટી ભૂલ કે પાપ ગંગામાં સ્નાન કર્યા બાદ કે પછી આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ પ્રાયશ્ચિત કરવાથી મુક્તિ મળે છે, જેથી આ દિવસનું મહત્વ રહેલું છે.

 

આ પાપોમાં ત્રણ પ્રકારના દૈહિક પાપો, ચાર પ્રકારના વાણીના દોષ તેમજ ત્રણ પ્રકારના માનસિક પાપા તમામ માંથી મુક્તિ મળે છે નાં કરતી વખતે સ્વયમ ભગવાન નારાયણ દ્વારા આપવામાં આવેલા મંત્ર "ૐ નમો ગંગાયે વિશ્વરૂપિણ્યે નારાયણ્યે નમો નમઃ"નો જાપ કરવાથી વ્યક્તિને પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS