આજે દેવશયની એકાદશી, જાણો મુહૂર્ત અને ધાર્મિક માન્યતા તથા મહત્વ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તિથિના દિવસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે અને તેનું વ્રત કરવામાં આવે છે. આ અષાઢી એકાદશી અને હરિ શયની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શ્રી નારાયણે એકાદશીનું મહત્વ જણાવ્યું હતું અને દેવતાઓમાં શ્રીકૃષ્ણ, દેવીઓ પ્રકૃતિ, વર્ણોમાં બ્રાહ્મણ, વૈષ્ણવમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે. એ જ પ્રકારે વ્રતોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવો જાણીએ દેવશયની એકાદશીનું મુહૂર્ત ક્યારે છે.

 

દેવશયની એકાદશીનું મુહૂર્ત

 

એકાદશી તિથિનો પ્રારંભ 30 જૂન 07:49 કલાક

 

એકાદશી તિથિની સમાપ્તિ 1 જુલાઈ 5: 30 કલાક

 

એકાદશી વ્રતની વિધિ

 

સવારે વહેલા ઉઠી શૌચાદી પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ અને સ્નાન કરો, તેમજ વ્રત માટેનો સંકલ્પ લો.

 

ભગવાન વિષ્ણુની પ્રતિમા અને ગંગાના જળથી નવડાવો.

 

હવે દીપક પ્રગટાવી તેમનું સ્મરણ કરો અને ભગવાન વિષ્ણુનું પૂજન તથા સ્તુતિ કરો.

 

પૂજામાં તુલસીના પાનનો પણ ઉપયોગ કરવો તેમજ પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન વિષ્ણુની આરતી કરો.

 

સાંજે પણ ભગવાન વિષ્ણુ સમક્ષ દીપક પ્રગટાવી અને તેમની આરાધના કરો.

 

વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરો સુધી શોધ થઈ અને વ્રત પારાયણ મૂહર્ત સુધી વ્રતને ખોલો.

 

લોકોને પ્રસાદ વહેંચો અને બ્રાહ્મણોને ભોજન કરાવી તેને દાન દક્ષિણા આપો.


દેવશયની એકાદશીનું ધાર્મિક મહત્વ

 

પૌરાણિક માન્યતા પ્રમાણે દેવશયની એકાદશીનું વ્રત વિધિ પૂર્વક કરવાથી તમામ પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ મળે છે મહાભારત સમયે ભગવાન શ્રીકૃષ્ણએ ખુદ એકાદશી વ્રતનું મહત્વ જણાવ્યું હતું. જીવનમાં આવનારી તમામ બાધાઓ દૂર થાય છે ધન ધાન્યની કોઈ કમી રહેતી નથી અને વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.

 

ચાતુર્માસમાસનો પ્રારંભ 

 

1 જુલાઇથી ચાતુર્માસનો પ્રારંભ થઇ જશે એટલે કે ભગવાન વિષ્ણુના ચાર મહીના સુધી પાતાળ લોકમાં નિવાસ કરશે તેની વચ્ચે કોઇપણ માંગલિક કાર્ય કરવામાં નહીં આવે.

 

માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે શયન કરે છે ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થતી નથી.

 

ચાર મહિના પછી સૂર્યદેવ જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કરે છે એ દિવસે ભગવાન વિષ્ણુનું શયનકાળ સમાપ્ત થાય છે આ દિવસને દેવોત્થાન એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસે ફરીથી માંગલિક કાર્યોનો પ્રારંભ થઇ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS