અગિયારસના વ્રત સાથે આ નિયમોનું કરશો પાલન તો મળશે વ્રતનું પૂર્ણ ફળ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દર વર્ષે શુક્લ અને કૃષ્ણ પક્ષના 11મા દિવસે એકાદશીની તિથિ  આવે છે. વ્રત ઉપવાસનું મહત્વ ત્રણે લોકમાં પ્રસિદ્ધ છે. જો તમે કોઈ રીતે શ્રાપ કે પિતૃ દોષથી ગ્રસિત હોય તો મુક્તિ મેળવવા માટે આ દિવસ ખાસ હોય છે.એકાદશીનું વ્રત કરવા પાછળ કેટલાક ખાસ નિયમો આપણા પૌરાણિક શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ નિયમો.

 

* શુક્લ કે કૃષ્ણ એકાદશીના એક દિવસ પહેલા દસમની રાત્રે એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કરવો જોઇએ.

 

* આગલા દિવસે સવારે સ્નાનાદિ સહિતની ક્રિયાઓ પતાવી ભગવાન શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીનારાયણના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. તેમજ શુદ્ધ ઘીનો દીવો, નિવેદ, ધૂપ, પુષ્પ, ફળ વગેરે ભોજનસામગ્રી લઈ અને પવિત્ર તેમજ સાચા ભાવથી પૂજન તથા અર્ચન કરવું જોઈએ.

 

* આ દિવસે ગરીબોની સહાય કે ભૂખ્યા વ્યક્તિને દાન તથા ભોજન કરાવવું જોઈએ તેમજ તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવવું જોઈએ.

 

* એકાદશીના બીજા દિવસે બારસની તિથિ પર પોતાની ક્ષમતા મુજબ બ્રાહ્મણ તથા ગરીબોને દાન આપી અને પારણા કરાવવા જોઈએ એવું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે.

 

* એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આ વ્રતમાં આખો દિવસ અન્નનું સેવન નિષેધ માનવામાં આવ્યું છે, તેમાં માત્ર ફળાહાર કરવાનું જ શાસ્ત્રોમાં વિધાન છે.

 

* દશમથી લઇ પારણા થવા સુધીના સમયગાળામાં સત્કર્મમાં સમય વિતાવવો જોઇએ, તેમ જ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ.

 

* વર્તમાન સમયમાં આ વ્રત કલ્પતરૂ સમાન છે, આ વ્રતના પ્રભાવથી મનુષ્યના તમામ કષ્ટ દૂર થાય છે, તેમજ દરેક પ્રકારના શ્રાપ તથા સમસ્ત પાપોમાંથી મુક્તિ અપાવતું હોય આ વ્રત ખૂબ જ  પુન્ય ફળદાયક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS