ભાજપ શાસિત તમામ રાજ્યોમાં દારુ પર પ્રતિબંધ મૂકાવો : ઉમા ભારતી

  • January 23, 2021 09:53 PM 420 viewsભાજપ શાસિત તમામ રાજ્યોમાં દારુ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ તેવી માગ કરતા પૂર્વ કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ સૌને ચોંકાવી દીધા છે. હાલ ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં દારુની નવી દુકાનોને મંજૂરી આપવાને લઈને સર્જાયેલા વિવાદમાં ઝૂકાવતા ઉમા ભારતીએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને અપીલ કરી છે કે તેઓ હાલ જેટલા પણ રાજ્યમાં ભાજપ્ની સરકાર છે તેમાં દારુબંધીનો અમલ કરાવે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર માટે આવક કરતાં લોકોના જીવનનું મહત્વ વધારે હોવું જોઈએ.


આ અંગે ટ્વીટ કરતાં ઉમા ભારતીએ જણાવ્યું હતું કે તેઓ જાહેરમાં જેપી નડ્ડાને અપીલ કરે છે કે ભાજપશાસિત તમામ રાજ્યોમાં દારુબંધીનો અમલ કરાવાય. રાજકીય પક્ષો પર ચૂંટણી જીતવાનું દબાણ હોય છે, પરંતુ બિહારમાં ભાજપ્નો વિજય એ વાતની સાબિતી આપે છે કે દારુબંધીને કારણે મહિલાઓએ નીતિશ કુમારને મત આપ્યો હતો.

આ મામલે એક પછી એક ટ્વીટ કરતાં ઉમા ભારતીએ લખ્યું હતું કે મધ્યપ્રદેશમાં દારુની સંખ્યા વધારવા અંગે સરકારે હજુ કોઈ નિર્ણય નથી લીધો તેવા સીએમ શિવરાજસિંહ ચૌહાણના નિવેદનને તેઓ આવકારે છે.


લોકડાઉન દરમિયાન દારુના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. લોકો આ ગાળામાં કોરોના તેમજ અન્ય કારણોસર મયર્,િ પરંતુ દારુને લીધે કોઈનું મોત નથી થયું. પરંતુ હાલમાં જ યુપી અને એમપીમાં દારુ પીવાથી કેટલાક લોકોના મોત થયા છે. મોટાભાગના માર્ગ અકસ્માતો પણ દારુડિયા ડ્રાઈવરોને કારણે થાય છે. દારુ લોકોની જિંદગી છીનવે છે, પરંતુ આવકના નામે તેમજ લીકર માફિયાના દબાણને કારણે સરકારો દારુ પર પ્રતિબંધ નથી મૂકતી, તેમ પણ ઉમા ભારતીએ કહ્યું હતું.


સરકારો પર દારુના વેચાણને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ મૂકતા ઉમા ભારતીએ કહ્યું હતું કે સરકાર જ તેની વ્યવસ્થા સંભાળે છે. જેમ બાળકની સંભાળ કરનારી માતા જ તેને ઝેર આપે તો બાળકની શું દશા થશે? સરકારી તંત્ર દ્વારા દારુની દુકાન ખોલવું પણ કંઈક આવું જ છે તેમ ઉમા ભારતીએ ટ્વીટર પર લખ્યું હતું.


દારુબંધીથી આવકમાં કોઈ નુક્સાનનો સોદો નથી તેવું જણાવતા ઉમા ભારતીએ કહ્યું હતું કે આવકમાં થયેલો ઘટાડો બીજેથી સરભર કરી શકાય, પરંતુ દારુને લીધે થતા બળાત્કાર, હત્યા, અકસ્માત દેશ તેમજ સોસાયટી પર દાગ સમાન છે. તેમણે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે કરોડો રુપિયા ખચર્યિ છે અને દારુબંધી તેનું પહેલું પગથીયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application