રાજ્યના નાના વેપારીઓ માટે કલસ્ટર સ્થાપિત કરવામાં કોરોના સંક્રમણની અસર

  • March 26, 2021 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારે કેન્દ્રને મોકલાવેલી દરખાસ્તમાં જણાવાયું છે કે સૂક્ષ્મ ઉદ્યોગોને ઉત્તેજન આપવા તેમજ રોજગારના અવસરો માટે કલસ્ટરની આવશ્યકતા છેગુજરાતના નાના વેપારીઓ માટે કલસ્ટર સ્થાપિત કરવાની રાજ્ય સરકારે કરેલી દરખાસ્ત અંગે ધીમી ગતિએ પ્રગતિ જોવા મળે છે. કોરોના સંક્રમણના કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો છે પરંતુ તેને ઝડપથી કાર્યિન્વિત કરવામાં આવશે તેવો દાવો ઉદ્યોગ વિભાગે કર્યો છે.

 


ગુજરાતમાં માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોનો સરકારી સહાય સાથે માર્કેટની સહાય મળતી નથી તેવા આરોપ વચ્ચે ગુજરાત સરકારે આ પ્રકારના એમએસએમઇ માટે મહત્વની જાહેરાત કરી હતી. સરકાર આ ઉદ્યોગો માટે ઔદ્યોગિક કલસ્ટર બનાવવા જઇ રહી છે. સરકારનો દાવો હતો કે અત્યારે પ્રારંભિક તબક્કે આઠ કલસ્ટર માગ્યા છે પરંતુ ભવિષ્યમાં રાજ્યના પ્રત્યેક જિલ્લામાં આ પ્રકારના કલસ્ટર બનાવવાનું પ્લાનિંગ છે. જો કે કોરોના સંક્રમણ સમયે કલસ્ટરનું કામ પૂર્ણ થયું નથી.

 


ભારત સરકારની નાણાકીય સહાય મેળવવા માટે ગુજરાત સરકારે દિલ્હીમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને ટકાવી રાખવા માટે આઠ કલસ્ટરની માગણી કરી હતી. આ માગણી કરવાનો હેતુ નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી આપવાનો છે. કલસ્ટર સ્થાપિત થવાથી લધુ ઉદ્યોગો માટે નવી દિશા ખૂલી શકે તેમ છે.

 


અગાઉ રાજ્યની માગણી પ્રમાણે કેન્દ્ર સરકારે સુરતમાં બે કલસ્ટરની મંજૂરી આપી દીધી છે અને બીજા છ માટે કેન્દ્ર પાસે દરખાસ્ત મોકલવામાં આવી છે. એમએસએમઇ કલસ્ટર અમદાવાદ, સુરત, આણંદ, નવસારી, સુરેન્દ્રનગર, મહેસાણા અને સાબરકાંઠામાં બનાવવાનું થાય છે. આ કલસ્ટરોમાં હીરાનું કટીંગ, હીરાની ચમક, પ્લાસ્ટીક ઉપ્તાદન, પેકેજીંગ, ખાદ્ય સામગ્રી, કીમતી પથ્થર અને એન્જીનિયરીંગ ક્ષેત્રમાં કામ કરતા ઉદ્યોગો અને રોજગારી મેળવતા લોકોને મોટો ફાયદો થશે.

 


ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર સુરતમાં બે કલસ્ટર શરૂ કરવાની તૈયારી કરી રહી છે જેમાં એક હીરાનું કટીંગ અને પોલિશ કરવાનું છે અને બીજું એન્જીનિયરીંગ ક્ષેત્રનું છે. કેન્દ્ર સરકારે એમએસઇ-સીડીપી એટલે કે કલસ્ટર વિકાસ કાર્યક્મ શરૂ કર્યો છે જેમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી, સ્કીલ ડેવલપમેન્ટ, ગુણવત્તા સુધારણા, બજારની ઉપલબ્ધતા અને મૂડીરોકાણ મહત્વનું છે. જો કે હાલ કોરોના સંક્રમણ હોવાથી કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે.

 


એમએસએમઇ-સીપીડી યોજના હેઠળ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આઠ દરખાસ્તો આપી છે. નવી દરખાસ્તોને ઝડપથી મંજૂરી મળી જાય તેવી સરકારને આશા છે. આ કલસ્ટર જે તે માઇક્રો, સ્મોલ કે લધુ ઉદ્યોગને સીધી રીતે ફાયદો કરાવશે. રાજ્ય સરકાર એક જિલ્લામાં એક કલ્સ્ટર બનાવવા માગી રહી છે એટલે કો રાજ્ય સરકારને કુલ 33 જિલ્લાઓ માટે દરખાસ્ત કરવાની થશે. જો આ તમામ દરખાસ્તો સ્વિકારી લેવામાં આવે તો ગુજરાતમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્થાનિક રોજગારીની તકો ખૂલી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS