સ્વીટ કોર્ન સૂપ બનાવવાની રેસિપી, જે ટેસ્ટી લાગવાની સાથે ઈમ્યૂનિટી પણ વધારશે

  • September 16, 2020 02:12 PM 644 views

કોરોનાથી બચવા લોકો જાતભાતનાં નુસખાઓ અજમાવી પોતાની તબિયતનું વધારે ધ્યાન રાખી રહ્યા છે. સરકાર દ્વારા પણ ઈમ્યૂનિટી વધારતી વસ્તુઓ ખાવા પર વધારે ભાર મુકવામાં આવે છે. જેથી કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે અને લોકો ઓછા બિમાર પડે. પરંતુ ઈમ્યૂનિટી વધારવા માટે તમારે માત્ર કડવા ઉકાળા જ પીવાની જરૂર નથી. એના માટે સ્વીટ કોર્ન સૂપ પણ ટ્રય કરી શકો છો. જે તમારી ઈમ્યૂનિટી વધારવાની સાથે ટેસ્ટી પણ લાગશે.

 

સામગ્રી

 

સ્વીટ કોર્ન – 3 કપ

બટર – એક મોટી ચમચી

પાણી – 4 કપ

મરી પાઉડર – એક નાની ચમચી

મીઠુ – સ્વાદ અનુસાર

લીલા ધાણા – 2 ચમચી ઝીણા સમારેલા

 

રીત

 

સૌથી પહેલા કુકરમાં બટર નાખીને સ્વીટ કોર્નને થોડા શેકવા. ત્યારબાદ તેમાં પાણી અને મીઠુ નાખી કુકર બંધ કરી દેવુ. એક સીટી વાગતા કુકર બંધ કરી દેવુ. પછી બધુ એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા મુકવુ. એ દરમિયાન મકાઈને દાણાને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી તેની પેસ્ટ બનાવવી. હવે બાઉલમાં રાખેલા સૂપ અને મકાઈની પેસ્ટને ઉકાળી લેવી. જરૂર લાગે તો પાણી ઉમેરવું. તૈયાર છે હોમમેડ સ્વીટ કોર્ન સૂપ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application