૨જીને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે તાત્કાલિક નીતિ વિષયક પગલાં લેવા જરૂરી: અંબાણી

  • August 01, 2020 11:13 AM 439 views

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ૨જીને એક ઇતિહાસ બનાવી દેવાની તાતી જરિયાત છે. શુક્રવારે ભારતમાં મોબાઇલ યુગના ૨૫ વર્ષની ઉજવણી દેશ કી ડિજિટલ ઉડાનમાં પોતાના વચ્ર્યુઅલ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે હત્પં માનું છું કે ૨જીને ઇતિહાસનો એક હિસ્સો બનાવી દેવા માટે નીતિ વિષયક પગલાં બને તેટલા વેળાસર લઈ લેવા જોઈએ.


ભારતમાં પહેલો મોબાઇલ ફોન કોલ કરવામાં આવ્યો તેની રજત જયંતીએ બોલતાં શ્રી અંબાણીએ કહ્યું હતું કે, યારે ભારત અને અન્ય દેશો ૫જીના યુગમાં જઈ રહ્યા છે ત્યારે ૨જી યુગના ફીચર ફોનમાં ૩૦૦ મિલિયન સબસ્ક્રાઇબર્સ જકડાયેલા છે જેઓ પાયાની ઇન્ટરનેટ સેવાથી અલિછે. તેમણે કહ્યું હતું કે હત્પં ખાસ કરીને એ હકીકતનો ઉલ્લેખ કરી રહ્યો છું કે, ભારતમાં ૩૦૦ મિલિયન સબસ્ક્રાઇબર્સ ૨ યુગમાં ફસાયેલા છે, ખાસ કરીને ત્યારે યારે ભારત અને સમગ્ર વિશ્વ ૫જી ટેલિફોનીના બારણે ઊભા છે ત્યારે આ સબસ્ક્રાઇબર્સ તેમના ફીચર ફોનના કારણે ઇન્ટરનેટજેવી પાયાની સુવિધાથી વંચિત છે. હત્પં માનું છ ં કે ૨જીને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે નીતિ વિષયક પગલાં વહેલી ત્વરાએ લેવાવા જોઈએ.


તેમણે ઉમેયુ હતું કે, મહત્વનું એ છે કે, ડેટા પોસાય તેવો અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, મોબાઇલ ટેલિફોની હવે સમૃદ્ધિની ઉત્પ્રેરક છે અને સામાન્ય ભારતીયનું જે રીતે સશકિતકરણ થઈ રહ્યું છે એ ૨૫ વર્ષ પહેલા વિચારી શકાય તેમ નહોતું. તેમણે એમ પણ કહ્યુંકે, કોવિડના પગલે થયેલા લોકડાઉને મોબાઇલ ફોન લોકોને કેવી રીતે સશકત કરી શકે છે તેનું શ્રે ઉદાહરણ પૂં પાડું છે. તેના કારણે સમગ્ર રાષ્ટ્ર્ર કનેકટેડ રહ્યું અને અર્થતંત્રના પૈંડા પણ તેણે ગતિશીલ રાખ્યા. આ બધું એ બતાવે છે કે કેવી રીતે ડિજિટલ મોબિલિટી સામાન્યભારતીય માટે ઇઝ ઓફ લિવિંગને વધુ સુધ્ઢ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરી રહી છે.  ભારતમાં મોબાઇલ યુગની રજત જયંતીની ઉજવણી કરતાં અંબાણીએ કહ્યું હતું કે, જિયોએ આપેલા મહત્વપૂર્ણ યોગદાન અને ભારતની ડિજિટલ ઉડાનને જિયો સાતત્ય આપી રહ્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેમને આનદં થાય છે. તેમણે કહ્યું કે, તેની શઆતના ચાર વર્ષ કરતાં પણ ઓછાસમયમાં ભારતના સૌથી વધુ મોબાઇલ ઉપયોગકર્તા બનતાં જિયોએ ડિજિટલ ક્રાંતિના ફળ મેળવ્યા છે. જિયો પોસાય તેવું, ગુણવત્તાસભર અને ઉપયોગમાં વૈવિધ્ય પ્રદાન કરતું માધ્યમ બન્યું છે.  આરઆઇએલના ડિજિટલ પ્લેટફોર્મ અને ભાગીદારી અંગેના વિઝનની વાત કરતાં અંબાણીએ કહ્યું હતું કે, આપણા લાખો ખેડૂતો, નાના વેપારીઓ, ગ્રાહકો, નાના અને મધ્યમ વેપાર–વ્યવસાયો, વિધાર્થીઓ, શિક્ષકો, સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા કાર્યકરો અને સંશોધનકર્તાઓના સશકિતકરણમાંઆ પ્લેટફોર્મ સૌથી અત્યાધુનિક ટેકનોલોજિકલ ઓજાર બની રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, તેના દ્રારા નવી અને આકર્ષક રોજગારી અને આપણા પ્રતિભાશાળી યુવાનો માટે આજીવિકાની તકો સર્જાશે.


તેમણે એમ પણ કહ્યું કે, આપણા વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ ધપાવવા માટે અમાં સંપૂર્ણ યોગદાન આપવાના જિયોના વચનનો આજે હત્પં પુનરોચ્ચાર કં છું.  સંબોધનના અંતે અંબાણીએ કહ્યું હતું કે, ૨૫ વર્ષ પહેલા ભારત મોબિલિટીમાં વિકસિત વિશ્વથી પાછળ હતું. ટેકનોલોજીના કેટલાક ચાવીપ ક્ષેત્રોમાં સમગ્ર વિશ્વથી આગળ નીકળી જવા માટે હવે ભારતનો સમય આવી ગયો છે. આ વિઝન અને મિશનને સાકાર કરવા માટે ચાલો બધાભેગા મળીને કામ કરીએ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application