રાજકોટમાંથી રૂ. 4.44 લાખના દારૂ સાથે ઇમિટેશનના વેપારીની ધરપકડ

  • April 20, 2021 10:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી સાથે પીએસઆઇ પી. બી. જેબલિયાની ટીમનો દરોડો: મારુતિ ઇન્ડસ્ટ્રીઝના શેડમાં દા છૂપાવ્યો હતો

 


રાજકોટના કોઠારિયા ગામમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને ઇન્ડસ્ટ્રીઝ ના એક સેટ માં છુપાયેલો રૂ.4.44 લાખની કિંમતનો 518 બોટલ દારૂ કબજે કરી સંત કબીર રોડ પર રહેતા ઇમિટેશનના વેપારીની ધરપકડ કરી છે.

 


રાજકોટની ભાગોળે આવેલા કોઠારીયા ગામ પાસેના મારુતિ ઇન્ડસ્ટ્રીઝ ચાની કેબીનના ની બાજુમાં આવેલ રમેશભાઈ સિંધવ ના શેડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાયો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના  પીઆઇ વી.કે.ગઢવી ની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.બી.જેબલિયા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા વોડકા ની 518 બોટલ દારૂ મળી આવી હતી રૂ.4.44 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે સંત કબીર રોડ પર ખોડીયાર ડેરી ની બાજુમાં આર્ય નગરમાં રહેતા અને ઇમિટેશન નો ધંધો કરતા ધવલ ઉર્ફે ધવલો મનસુખભાઈ સોજીત્રા ની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો ક્યાંથી મંગાવ્યો તે અંગે તેની રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરવામાં આવી છે.ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી ની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.બી.જેબલિયા અને સ્ટાફના વિક્રમભાઈ ગમારા ,અંશુમાનભા ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા,શુભાષ ઘોઘારી, જીગ્નેશભાઈ મારુ, પ્રતાપસિંહ મોયા, દેવાભાઈ ધરજીયા કામગીરી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS