BREAKING NEWS

ભાણવડના હાથલા ગામના તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું

  • June 01, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ભાણવડના હાથલા ગામના તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી નાબૂદ કરવાની કડક સૂચના અન્વયે ભાણવડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા વિભાગના ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષક વી.પી. માનસેતા અને ભાણવડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. કરપડાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ હકીકતના આધારે ભાણવડ તાલુકાના હાથલા ગામ પાસે આવેલા તળાવમાં ગેરકાયદેસર માટી ખનનનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. કડછા અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ દરોડો પાડીને ઘટના સ્થળેથી ગેરકાયદેસર માટી ખનન અને વહનમાં સંડોવાયેલા સાધનો કબ્જે કર્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસે ૩ લાખની કિંમતનું ટ્રેક્ટર (જીજે-૧૧-એજી-૨૧૫૪) અને ૫૦,૦૦૦ની કિંમતની ૨ ટન માટી ભરેલી ટ્રોલી સાથે ડ્રાઇવર નિર્મળભાઈ લખમણભાઈ કારેણા (રહે. હાથલા)ને ઝડપી લીધો હતો. આ ઉપરાંત અન્ય એક ટ્રેક્ટર અને ટ્રોલી જેમાં ૨ ટન માટી ભરેલી હતી, તેના ડ્રાઇવર લખમણભાઈ પોપટભાઈ રાણાવાયા (રહે. હાથલા)ની પણ અટકાયત કરાઈ છે. ત્રીજા નંબરે ૩.૫૦ લાખની કિંમતનું ટ્રેક્ટર અને ટ્રોલી (જીજે-૩૭-બી-૫૨૦૧ / જીજે-૩૭-ટી-૩૧૪૬) જેમાં ૩ ટન માટી ભરેલી હતી, તેના ડ્રાઇવર જયદિપભાઈ લાખાભાઈ ખૂંટી (રહે. ગડુ)ને ઝડપવામાં આવ્યો છે. આ સાથે જ માટી ખોદવા માટે ઉપયોગમાં લેવાતું ૫ લાખની કિંમતનું જેસીબી મશીન (જીજે-૧૨-એએન-૦૫૨૦) અને તેના ડ્રાઇવર ચેતનભાઈ જીવાભાઈ કારેણા (રહે. ગડુ)ને પણ સ્થળ પરથી રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.

ભાણવડ પોલીસે ગેરકાયદેસર માટી ખનન કરતાં આ તમામ સાધનો મળીને કુલ ૧૫.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાન ખનીજ કચેરી, દેવભૂમિ દ્વારકાને રીપોર્ટ સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં ભાણવડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. કરપડા, ડબલ્યુ.પી.એસ.આઈ. બી.કે. કડછા તેમજ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા, દેવાભાઇ જેતશીભાઇ ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ જીતુભાઇ સામરાભાઈ જામ, કિશોરસિંહ ચંદુભા જાડેજા, દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઇ ફોગાભાઇ ખાટલીયા અને યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News