BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગેરકાયદેસર મોરમ ખનન: લાખોનો મુદ્દામાલ કબ્જે

  • June 02, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગેરકાયદેસર મોરમ ખનન: લાખોનો મુદ્દામાલ કબ્જે

એલસીબીનો સપાટો: બે જેસીબી અને ચાર ટ્રેક્ટરો ઝડપાયા: ખનીજની ચોરી કરનારાઓમાં ફફડાટ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા ખનીજ ચોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા મળેલી સૂચના અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 

એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા સ્ટાફની અલગ-અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન એએસઆઈ જેસલસિંહ જાડેજા, ડાડુભાઇ જોગલ, હેડ કોન્સ્ટેબલ ખીમાભાઇ કરમુર, લાખાભાઇ પીંડારીયા અને જેઠાભાઇ પરમાર નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા, ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે જામપર ગામની સીમમાં આવેલ મીઠડી ધાર વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાએ જેસીબી મશીન વડે ગેરકાયદેસર રીતે મોરમ (માટી) નું ખનન કરી ટ્રેક્ટરો દ્વારા તેનું વહન કરવામાં આવી રહ્યું છે. 

બાતમીના આધારે પોલીસે તાકીદે ઘટનાસ્થળે દરોડો પાડતા ગેરકાયદેસર પ્રવૃત્તિ રંગેહાથ પકડાઈ ગઈ હતી. એલ.સી.બી.ની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર ખનન અને વહનમાં ઉપયોગમાં લેવાતા બે જેસીબી મશીન (રજી. નં. GJ 03 AT 9324 અને GJ 37 S 0321) તેમજ આશરે ૪-૪ ટન જેટલી મોરમ માટી ભરેલા ચાર ટ્રેક્ટરો (રજી. નં. GJ 10 BG 3723, GJ 37 J 4983, GJ 37 B 0602 અને GJ 1 AQ 3385) સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

આ કામગીરી બાદ એએસઆઈ ડાડુભાઇ જોગલ દ્વારા ખાણ ખનીજ વિભાગ દેવભૂમિ દ્વારકાને રીપોર્ટ સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવામાં ઇન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, પીએસઆઈ એસ.વી. કાંબલીયા, એએસઆઈ જેસલસિંહ, ડાડુભાઇ, દિપકભાઇ તેમજ હેડ કોન્સ્ટેબલ ખીમાભાઇ, લાખાભાઇ, જેઠાભાઇ, ગોવિંદભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ કિરપાલસિંહ તથા સચીનભાઇ સહિતના સ્ટાફે કરી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application