પેરેન્ટિંગ એ મોટી જવાબદારી છે. તમે બાળકોને જે પ્રકારે વાતાવરણ આપો છો. તેઓ ભવિષ્યમાં તે પ્રમાણે અનુકૂળ થાય છે. જો ઘરમાં રોજ ઝઘડા થતા હોય, શાળામાં શિક્ષકનું વર્તન બાળક પ્રત્યે સારું ન હોય, પાડોશમાં દરરોજ કોઈને કોઈ હંગામો થતો હોય તો તેની ખરાબ અસર બાળકોના કુમળા મન પર પડે છે. જેના કારણે તેઓ જિદ્દી કે ચીડિયા બની શકે છે. આવી સ્થિતિમાં બાળકોને સંભાળવા એ એક પડકાર બની રહે છે. ત્યારે બાળકોને સંભાળવા માટે કેટલીક બાબતો પ્રત્યે ધ્યાન આપવું જોઇએ.
લાગણી વ્યક્ત કરવાની સ્વતંત્રતા
જે બાળક અલગવિધ પ્રકારે મૂડમાં રહેતું હોય તેવા મૂડ ધરાવતા બાળકોને યોગ્ય રીતે હેન્ડલ કરવાનો પહેલો રસ્તો એ છે કે તેમને તેમના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવી જોઇએ. જેથી બાળકો કોઈપણ ડર વગર તેમની લાગણીઓ તમારી સાથે શેર કરી શકે. આમ કરવાથી મોટા ભાગની સમસ્યા હલ થશે. કેમ કે, દરેક ક્ષણે બદલાતા મૂડ પાછળ બાળકોની અંદર દબાયેલી લાગણીઓ હોઈ શકે છે. શાંતિથી બેસીને તેમની સાથે વાત કરવાથી તેમને સારું લાગશે. જેથી તેઓ તેમના મનની વાત પણ કરી શકશે.
અતિરેક ન કરવો
બાળકોનો મૂડ બદલાતો રહેતો હોય છે પરંતુ તેને કારણે સૌ પ્રથમ માતાપિતાએ તેમનો મૂડ બગાડવો જોઇએ નહીં. ખાસ તો હાઇપર થવું જોઇએ નહીં. બનવા જોગ છે કે બાળકોની વાત, તેમની પ્રવૃત્તિ માતાપિતાને અકળાવી મૂકે પરંતુ તેમની સાથે હાઇપર બિલકુલ પણ ન થવું જોઇએ તે મહત્વની વાત ધ્યાનમાં રાખવી. આ ઉપરાંત બાળકો પર હાથ બિલકુલ પણ ઉગામવો જોઇએ નહીં. તેને કારણે બાળક વધુ બગડી શકે છે અથવા તો નકારાત્મક અસર પણ પડી શકે છે. આથી, કઇ બાબત કે વસ્તુથી બાળકનો મૂડ બગડી જાય છે તે ઓળખવાનો પ્રયાસ કરવો જોઇએ.
ઘરનું વાતાવરણ સકારાત્મક રાખો
ઘણી વખત બાળકોના ચિડિયા સ્વભાવ માટે પરિવારનું વાતાવરણ પણ જવાબદાર હોય છે. ઘરમાં રોજબરોજ ઝઘડા થતા હોય, બાળક દુર્વ્યવહાર કરતું હોય તો ઘરના આવા વાતાવરણમાં બાળક ગુસ્સે થાય કે તેનો સ્વાભાવ ચિડિયો પણ થઇ શકે છે. પરિણામે, બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આથી, ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવાનો પ્રયાસ કરો.
આપને જણાવી દઇએ કે સંબંધોમાં પ્રેમ અને સ્નેહ, વડીલોનું સન્માન, સાથે રહેવાની ટેવ બાળકોના સારા ઉછેરમાં ઘણો ફાળો આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech