ઘરે બેઠા ફેફસા મજબૂત કરવા માંગતા હોવ તો આજે જ શરૂ કરો આ પ્રાણાયામ

  • May 27, 2021 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના કાળમાં શરીરના ફેફસાં અને ઈમ્યુનિટીને મજબૂત કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ બન્ને વસ્તુ જો નબળી હોય તો કોરોના તેમને તરત જ ઝપટમાં લઈ લે છે. આરોગ્ય નિષ્ણાંતોનું માનવામાં આવે તો કોરોના જ્યારે અટેક કરે છે ત્યારે ફેફસાં નબળા થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. તેવામાં અનેક પ્રાણાયામ ફેફસાને મજબુત કરવામાં ઉપયોગી થઈ શકે તેમ છે. 

 

આરોગ્ય નિષ્ણાંતોના કહેવા મુજબ, જે લોકો શારીરિક રૂપથી વધુ સક્રિય હોય છે તેમને બીમારીઓનું જોખમ ઓછું હોય છે. યોગ અને પ્રાણાયામ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિષ્ણાંતો અનુસાર ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી સ્વાસ્થ્યને મહત્તમ ફાયદો થાય છે. જેમને પેટ સંબંધી તકલીફો હોય છે તેમને ભસ્ત્રિકા પ્રાણાયમ જરૂર કરવું જોઈએ. જેનાથી અપચો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થવાની સાથે પાચનતંત્ર પણ સુધારે છે.

 

ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાની રીત :

 *‌ સૌથી પહેલાં શાંત વાતાવરણમાં પદ્માસન મુદ્રામાં બેસો.

* હવે તમારી ગરદન, માથું અને શરીરને સીધું કરો.

* આંખો બંધ કરો અને થોડા સમય માટે તમારા શરીરને શિથિલ કરો અને તમારા મોંને બંધ કરો. 

* હવે હાથને જ્ઞાન મુદ્રામાં રાખો.

* પછી ધીરે ધીરે શ્વાસ ખેંચો અને પછી શ્વાસને બળપૂર્વક છોડો.

 

ફાયદાઓ : 

 

ફેફસા થશે મજબૂત :

આયુર્વેદમાં 3 પ્રકારના દોષોનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં વાત્,‌ પિત્ત અને કફનો સમાવેશ થાય છે અને આ યોગાસન આ ત્રણેયને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. આ આસનને કરવાથી ફેફસાં મજબૂત થાય જ છે સાથે જ શ્વાસ સંબંધી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. 

 

ગળું, નાક અને સાઈનસને કરે છે ક્લિયર : 

આરોગ્ય નિષ્ણાંતોનું માનવામાં આવે તો આ પ્રાણાયમ કરવાથી છાતીમાંથી કંજેશન અને બ્લોકેજની સમસ્યા દૂર થાય છે. સાથે જ ગળું, નાક અને સાઇનસ પણ પૂરી રીતે ક્લીયર થાય છે. તેના સિવાય ફેફસામાં જમા થયેલો કફ પણ દૂર થાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS