રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અહીંના પ્રવાસન ક્ષેત્રને વેગ મળી રહ્યો છે. એરલાયન્સ કંપનીઓ તગડા ભાડા વસૂલી રહી છે અને બજારોમાં ભગવા કપડા અને ધ્વજની માંગ વધી રહી છે. સમગ્ર અયોધ્યા અત્યારથી જ રામમય થઇ ગયું છે. ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે કીડીયારૂ ઉભરાવાનું છે. ભકતો 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સમયે અયોધ્યા ખાતે હોટેલ કે રૂમની વ્યવસ્થા થઇ શકે તે પણ એટલું જ મહત્વનું છે. ત્યારે રામલલાના દર્શન માટે તમે પણ અયોધ્યા જવાનું મન કરી રહ્યા છો પણ તમને હોટલની વ્યવસ્થા અર્થે સમસ્યા સર્જાઇ રહી છે તો સરકારે આ જ વાતને ધ્યાનમાં રાખી Holy Ayodhya App શરૂ કરી છે. રામલલાના દર્શન માટે અયોધ્યા પહોંચી રહેલા લોકોને રહેવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે વાતને ધ્યાનમાં રાખી આ એપની રચના કરવામાં આવી છે.
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે એડીએ દ્વારા આ એપને વિકસાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે હાલ તો આ એ માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપનો યૂઝર ઇન્ટરફેસ ખૂબ જ આસાન છે. એક વાત જે અહીં ધ્યાન આપનારી છે કે આ એપમાં મોટાભાગના હોમ સ્ટે ઓપ્શન્સ લિસ્ટ કરવામાં આવ્યા છે.
Holy Ayodhya App દ્રારા રૂમ બુકિંગ કરવા માટે સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી આ મોબાઈલ એપ ડાઉનલોડ કરો. એપ ઇન્સ્ટોલ થયા બાદ રૂમ બુકિંગ માટે ફોન નંબર દ્રારા એપમાં લોગ ઇન કરવું પડશે. પરંતુ જો તમે માત્ર સર્ચ કરવા ઇચ્છો છો તો એપ ઇન્સ્ટોલ થયા બાદ ફોન નંબર આપ્યા વિના પણ રૂમ પ્રાઇસ જોઈ શકો છો, પરંતુ તે માટે લૉગ ઇન કરવું પડશે. રૂમ બુકિંગ માટે આપને જે રૂમ પસંદ પડે તેને વીશલિસ્ટમાં રાખી શકો છો.
એક રિપોર્ટ અનુસાર, જો કોઇ વ્યક્તિ 24કલાક પહેલા રૂમ કેન્સલ કરશે તો રિફંડ મળી જશે પરંતુ રૂમ ચેક ઇન કરવામાં 24 કલાકથી ઓછો સમય રહ્યો હોય તેવી સ્થિતીમાં રિફંડ મળશે નહી. આ ઉપરાંત ચેક ઇન સમય બપોરના 2 વાગ્યાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech