રસી લીધા પછી હોસ્પિટલાઇઝ થવું પડશે તો ખર્ચ વિમા કંપનીઓએ ચૂકવવો પડશે: ઇરડા

  • March 19, 2021 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં કોરોનાની સારવારના ખર્ચનો પણ કરાયો સમાવેશ, ઈરડાએ વીમા કંપ્નીઓને નિર્દેશ



કોરોનાની રસી લીધા બાદ કોઈ આડઅસર જણાય અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો હોસ્પિટલનો ખર્ચ વીમા કંપની આપશે. આ પ્રકારના નિર્દેશ ભારતીય વીમા નિયમાક તેમજ વિકાસ પ્રાધિકરણ એટલે કે ઈરડાએ આપ્યા છે.

 


ઈરડાએ કહ્યું છે કે સ્વાસ્થ્ય વીમો લીધો હોય તે ગ્રાહકની તબીયત કોરોનાની રસી લીધા બાદ ખરાબ થાય અને તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તેની સારવારનો ખર્ચ વીમા કંપ્નીમાં ક્લેમ કરાવી શકાશે. થોડા દિવસો પહેલા જ સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં કોવિડ-19ની સારવારના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં રસીના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જો કે તે હજુ પણ પોલિસીથી બાકાત જ છે.

 


સ્વાસ્થ્યકર્મીઓએ વીમા કંપ્નીઓને પુછ્યું હતું કે કોરોનાની રસી લીધા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડે તો સારવારનો ખર્ચ વીમા કંપની ઉઠાવશે કે કેમ. આ વાતના જવાબમાં ઈરડાએ કહ્યું હતું કે સ્વાસ્થ્ય વીમા પોલિસીના સામાન્ય નિયમ તેમજ શરતોના નિર્દેશાનુસાર ગ્રાહક ક્લેમ કરી શકે છે.

 


સરકારી વીમા કંપની એલઆઈસીએ મહામારીના સંકટ વચ્ચે તેના ગ્રાહકો માટે સેટલમેંટ પ્રક્રિયા પણ સરળ બનાવી છે. કંપ્નીએ જણાવ્યું હતું કે ગ્રાહક તેમની પોલિસી ક્લેમ કરવા માટેના દસ્તાવેજ દેશની કોઈપણ બ્રાંચમાં જમા કરાવી શકે છે. આ સુવિધાને હાલ ટ્રાયલના આધારે લાગૂ કરવામાં આવી છે. ગ્રાહકો 31 માર્ચ 2021 સુધીના ક્લેમ આ રીતે કરી શકે છે. દસ્તાવેજ જમા થયા બાદ ક્લેમની ચુકવણી મૂળ શાખાથી કરવામાં આવશે. આ અંગેના નિર્દેશ પણ દેશની તમામ એલઆઈસી શાખામાં કરી દેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS