રજા ન મળતી હોય તો ઘેર રહી આ રીતે કરી શકો છો નવા વર્ષની ઉજવણી

  • December 27, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવું વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લોકો નવા વર્ષને વધાવવા અને તેની ઉજવણી કરવા માટે આતુર રહેતા હોય છે. ત્યારે એવું પણ બનતું હોય છે કે ઘણા લોકો ઓફિસમાંથી રજા લઈને પોતાના મિત્રો કે પછી પરિવારના સભ્યો સાથે ફરવા જતા હોય છે કે મીની વેકેશન માણવા જતા હોય છે. પરંતુ કેટલીક વખત વ્યસ્ત સમયપત્રકને કારણે નવા વર્ષની ઉજવણી કરવા માટે દૂર મુસાફરી કરવા અથવા મિત્રો સાથે પાર્ટી કરવાનો સમય મળી શકતો નથી. આવી સ્થિતિમાં અન્ય ઘણી રીતે ઉજવણી થઇ શકે છે. આમ તો નવું વર્ષ આપણા માટે નવી આશા લઈને આવે છે. તેથી આપણે તેને ખુશીથી આવકારવું જોઈએ. ત્યારે જવાબદારીઓને લીધે નવા વર્ષ પર બહાર જવાનો સમય ન મળે તો પણ દરેકે ઉત્સાહથી આવકારવું જોઈએ. તો સમયની મારામારીમાં આ નવા વર્ષને અન્ય કઇ રીતે ઉજવી શકીએ તેના વિશે જાણી લઇએ.


ડિનર ડેટ

જો તમારી પાસે 31મી ડિસેમ્બર અને 1લી તારીખે દિવસ દરમિયાન સમય ન હોય તો પણ તમે રાત્રિના 8 વાગ્યા પછી સમય કાઢીને તમારા પરિવાર અને મિત્રો સાથે ડિનર માટે બહાર જઈ શકો છો.


મિત્રોને આમંત્રણ

જો તમારી પાસે બહાર જવાનો સમય ન હોય તો તમારા મિત્રો અથવા નજીકના સંબંધીઓને ઘરે બોલાવી તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરી શકો છો. આ સાથે જ ઘરે વિવિધ પ્રકારના ભોજન અને વાનગી બનાવી તેને માણી શકો છો.


ઇવેન્ટનો ભાગ બનો

નવા વર્ષ પર ઘણી જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તમે તમારા ઘરની નજીક આયોજિત ઇવેન્ટનો ભાગ બની શકો છો. જ્યાં તમે તમારા અંગત મિત્રો કે નજીકના લોકો સાથે જઈને તે ઇવેન્ટનો હિસ્સો બની આનંદ માણી શકો છો.


ઘર પર મૂવીની મજા

તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ઘરે બેસીને મૂવી અને વેબ સિરીઝ જોવાનું પણ આયોજન કરી શકો છો. જેની યાદી તમે અગાઉથી તૈયાર કરીને રાખી શકો છો. આ સાથે તમે મૂવી જોતી વખતે વિવિધ પ્રકારની વાનગીઓનો લ્હાવો પણ લઇ શકો છો.


ઓફિસના સાથીદારો સાથે ઉજવણી

જો તમે તમારા પરિવારથી દૂર રહો છો તો તમે તમારા ઓફિસના સાથીદારો કે મિત્રો સાથે પણ  ઉજવણી કરી શકો છો. આ માટે તમે ઓફિસથી છૂટયા બાદ તેમની સાથે ડિનર અથવા પાર્ટી પ્લાન કરી શકો છો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application