અ'વાદમાં તમે ઘરમાં છો તો જ સુરક્ષિત છો.....

  • April 04, 2020 06:52 PM 777 views

 

અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તેવામાં અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય નહેરાએ પત્રકાર પરીષદ સંબોધી જરૂરી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પહેલા સ્ટેજમાં એવા લોકો સામે આવ્યા જે વિદેશથી આવેલા હતા, બીજા સ્ટેજમાં દર્દીના સીધા સંપર્કમાં આવેલા લોકો સામે આવ્યા જ્યારે હવે ત્રીજા તબક્કામાં લોકલ ટ્રાંસમીશન વધી રહ્યું છે. તેવામાં લોકોએ આગામી 10 દિવસોમાં લોકડાઉનને સંપૂર્ણ સહકાર આપવો જરૂરી છે. 

 

માર્ચ માસમાં અમદાવાદમાં 2000થી વધુ લોકો વિદેશથી આવ્યા હતા. હાલ તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જે વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે જરૂરી એ છે કે લોકો સભાન થાય અને ઘરમાં જ રહેવાનો આગ્રહ રાખે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application