જો તમે નવા વર્ષમાં બહાર ફરવા જાવ છો તો આ વાતોનું ધ્યાન રાખો, બિલ થઈ જશે અડધું!

  • December 26, 2023 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમે નવા વર્ષની ઉજવણી કરવા માટે ટ્રિપ પર જઈ રહ્યા છો, તો તમારે હોટેલ બુક કરાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બજેટમાં મુસાફરી કરનારાઓ સિઝન દરમિયાન મુસાફરી કરતી વખતે તેમના ખર્ચને નિયંત્રિત કરવામાં અસમર્થ હોય છે. પરિણામે, તેમના ખિસ્સા ઢીલા થઈ જાય છે. આથી, હોટલનો રૂમ બુક કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

લોકો પોતપોતાની રીતે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે અને પ્રવાસીઓ પણ તેમાં ભાગ લે છે. ભારતમાં, કુલ્લુ-મનાલી અથવા શિમલા જેવા પર્વતીય વિસ્તારોમાં ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન ઘણી ભીડ જોવા મળે છે. ત્યારે જો તમે તમારી મુસાફરી બજેટમાં પૂર્ણ કરવા માંગતા હો, તો ઘણી બાબતો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સિઝન દરમિયાન, પર્યટન સ્થળો પર હોટલધારકો તેમની મરજી મુજબ પૈસા વસૂલ કરતા હોય છે. ખાસ તો રજાઓના કારણે લોકો પ્રવાસે જાય છે અને તેમની ટ્રીપ પર મોટી રકમનો ખર્ચ કરે છે. પણ શું તમે જાણો છો કે કેટલીક બાબતોને અપનાવી ઓછા બજેટમાં બેસ્ટ ટ્રીપ કરી શકાય છે. આવો અમે તમને નવા વર્ષની મુસાફરીની કેટલીક શ્રેષ્ઠ ટિપ્સ વિશે જણાવીએ.

એડવાન્સ બુકિંગ જરૂરી 

આ ડિજિટલ યુગમાં વસ્તુઓ ઘણી સરળ બની ગઈ છે. તેથી, ગંતવ્ય સ્થાન પર પહોંચતા પહેલા હોટલનો રૂમ બુક કરાવવો શ્રેષ્ઠ છે. ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર સારું એવું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રહેતું હોય છે. જેના માટે થોડી મહેનત અને ધ્યાન રાખવાની જરૂર રહે છે. ઉપરાંત જો તમે બજેટ ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો તો હંમેશા 3 સ્ટાર રૂમ મેળવવાનો પ્રયાસ કરો.

મોલ રોડની બહાર હોટલ બુકીંગ

પહાડી વિસ્તારોમાં મોલ રોડ પર આવેલી હોટલોનું ભાડું લગભગ બમણું છે. મોટાભાગના પ્રવાસીઓ અહીં હોટલ બુક કરાવવાનો પ્રયાસ કરે છે. અહીં ભોજન અને રહેવાની પણ વ્યવસ્થા માટે તગડી રકમ વસુલવામાં આવતી હોય છે. તેથી, મોલ રોડથી થોડા અંતરે એક રૂમ બુક કરો જેથી તમને ઓછા બજેટમાં શ્રેષ્ઠ રૂમ મળી શકે.

બાર્ગેનીંગ

ઓનલાઈન હોટેલ બુકિંગ બેસ્ટ છે પરંતુ જો તમે લોકેશન પર જઈને રૂમ બુક કરાવવા માંગતા હોવ તો એક વાત ધ્યાનમાં રાખો. એક હોટલને બદલે નજીકની બે થી ત્રણ હોટલોમાં રૂમ બુકીંગ માટેની વાત કરો. આ રીતે તમે બાર્ગેનીંગ કરાવી શકો છો અને તમારા બજેટમાં પણ રૂમ મેળવી શકો છો.

રૂમ બુકિંગમાં ભૂલ

હંમેશા ધ્યાનમાં રાખો કે તમારો રૂમ લિફ્ટ/સીડી અને પેન્ટ્રીની નજીક ન હોવો જોઈએ. આ રીતે તમે આખો દિવસ પરેશાન રહી શકો છો. બહુ ઓછા લોકો આ બાબત પર ધ્યાન આપતા હોય છે. કેમ કે, લોકોની અવરજવર અને ઘોંઘાટને કારણે પ્રવાસનો મૂડ બગડી શકે છે.

બિલ ચુકવણી

જ્યારે તમે બિલ ચૂકવો ત્યારે બિલ એકત્રિત કરવાની ખાતરી કરો. તેમાં એવા ઘણા ચાર્જ લેવામાં આવતા હોય છે જે તમારા ખિસ્સાને હળવું કરી દે. બહુ ઓછા લોકો જાણે છે કે સર્વિસ ચાર્જ ચૂકવવો એ ગ્રાહકની ઈચ્છા પર આધાર રાખે છે. હોટલ કે રેસ્ટોરન્ટધારકો તેને બિલમાં ઉમેરી દેતા હોય. જેને તમે દૂર કરાવી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application