જો તમે ખરતાં વાળથી પરેશાન છો? તો અપનાવો આ ઉપચાર 

  • September 10, 2021 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે દરેક વ્યક્તિ ખરતા વાળની સમસ્યાથી પરેશાન છે. આજની સ્ટ્રેસફુલ લાઈફ, પોષણક્ષમ ખોરાક ન લેવો, પાણી શરીરની ત્વચાને માફક ન આવવું અનેક મુદ્દાઓના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે. વાળ ખરવાની સમસ્યાના કારણે લોકો માનસિક તણાવનો અનુભવ કરતાં હોય છે ત્યારે અહીં કેટલાક ઘરેલુ નુસખાઓ આપવામાં આવ્યા છે જેનાથી વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવી શકાશે. હોર્મોન્સના લેવલમાં અચાનક બદલાવ, કેલ્શિયમની ખામી અને કેટલીક ગંભીર બિમારીઓના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

 

1) ડુંગળી :

ડુંગળીના બે કટકા કરી 5 થી 7 મિનિટ સુધી માથામાં જે હિસ્સામાં વાળ ઓછા છે તેના પર તેને ઘસો, જ્યાથી વાળ ખરી રહ્યા છે ત્યાં વાળ ખરવાનું બંધ થશે અને નવા વાળ ઉગવા લાગશે.

 

2) કલોંજી :

કલોંજીને પીસીને પાઉડર બનાવો. આ પાઉડરને પાણીમાં મિક્સ કરો અને તે પાણીથી તમારું માથું ધોઈ લો. થોડા દિવસમાં વાળ ખરવાની સમસ્યા દૂર થશે

 

3) આમળા તથા લીમડો :

આમળાના પાઉડર અને લીમડાના પાનને પાણીમાં નાખી સારી રીતે ઉકાળી લો. આ પાણીથી અઠવાડિયામાં બે વાર હેર વોશ કરો. ધીરે ધીરે ફાયદો થતો જણાશે

 

4) મૂલેઠી-કેસર :

વાળ ખરવાની સમસ્યા દૂર કરવા મૂલેઠીનો ઉપયોગ કરી શકો છો. થોડીક મુલેઠી લો. તેમાં દૂધના કેટલાક ટીપાં ઉમેરો અને ચપટી કેસર નાખો. આ બધાને પીસીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને રાત્રે સોતા પહેલા તેને માથા પર લગાવો અને સવારે શેમ્પુ કરી લો.

 

5) કેળા-લીંબુ :

કેળાને સારી રીતે છૂંદો કરી લો અને તેમાં લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને બ્રશની મદદથી માથામાં લગાવો અને કેટલાક કલાકો માટે તેને રહેવા દો અને ત્યારબાદ વાળ ધોઈ લો.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS