ડ્રાય અને ડેડ હેરથી છુટકારો મેળવવા માટે તમારે પાર્લરમાં જવાની અને હેર કેર ટ્રીટમેન્ટ પર પૈસા ખર્ચવાની જરૂર નથી. ઉનાળામાં ફ્રિઝી વાળની સમસ્યા વધી પણ શકે છે. જો તમે તમારા વાળને સિલ્કી બનાવવા માંગો છો તો તમે ઘરે જ સરળતાથી ચોખાની મદદથી વાળ માટે માસ્ક બનાવી શકો છો.
ચોખાના હેર માસ્કનો ઉપયોગ કરીને, તમે તમારા વાળના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકો છો. ચોખામાં જોવા મળતા તત્ત્વો તમારા ડેમેજ હેરને રિપેર કરવામાં તેમજ તમારી ખોપરી ઉપરની ચામડીના પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. ચોખામાંથી બનાવેલ હેર માસ્ક તમારા વાળને મજબૂત, જાડા અને સિલ્કી બનાવવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.
આ હેર માસ્ક બનાવવા માટે તમારે ચોખાને સારી રીતે ધોઈને ઉકાળવા પડશે. બાફેલા ચોખાને ઠંડા થવા માટે છોડી દો. તમારે 1/4 કપ રાંધેલા ભાતની જરૂર પડશે. ચોખાનો હેર માસ્ક બનાવવા માટે તમારે રાંધેલા ચોખાને મિક્સરમાં નાખવા પડશે. તેમાં એક ચમચી એલોવેરા જેલ અને 3 ચમચી કેસ્ટર ઓઈલ પણ ઉમેરવાનું છે. આ બધી વસ્તુઓને પીસીને પેસ્ટ તૈયાર કરો.
તમારે ઘરે બનાવેલા નેચરલ રાઈસ હેર માસ્કને તમારા વાળના મૂળથી લઈને ટીપ્સ સુધી લગાવો. વધુ સારા પરિણામો મેળવવા માટે, આ હેર માસ્કને અડધા કલાક સુધી રાખો. હવે તમે શેમ્પૂ અને ઠંડા પાણીથી વાળ ધોઈ શકો છો. માત્ર એક જ વારમાં તમને ફરક દેખાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech