“પુરાવા મળશે તો તપાસ કરીશું”, અમેરિકામાં પન્નુની હત્યાના કાવતરા પર વડાપ્રધાન મોદીએ તોડ્યું મૌન

  • December 20, 2023 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકામાં ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપો પર પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે, "જો કોઈ અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું. વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં રજૂ કરેલા પુરાવાની તપાસ કરવાની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અલગ-અલગ ઘટનાઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોને વિક્ષેપિત કરશે નહીં.


ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે, “જો કોઈ અમને સાચી માહિતી મળશે તો અમે તેની ચોક્કસપણે તપાસ કરીશું. ભલે આપણા નાગરિકો સકારાત્મક કે નકારાત્મક કાર્યોમાં સામેલ હોય, અમે આ બાબતની તપાસ કરવા તૈયાર છીએ. અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમર્પિત છીએ."


તેમણે ઈન્ટરવ્યુમાં વધુમાં કહ્યું, "અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોનો આધાર દ્વિપક્ષીય સમર્થન છે, જે પરિપક્વ અને સ્થિર પાર્ટનરશીપનું સ્પષ્ટ સૂચક છે. સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ અમારી ભાગીદારીનું મુખ્ય કારણ છે. મને નથી લાગતું કે આવી ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે જોડવી યોગ્ય છે. આપણે એ હકીકત સ્વીકારવાની જરૂર છે કે આપણે બહુપક્ષીયતાના યુગમાં જીવી રહ્યા છીએ. તેમજ એકબીજા પર પરસ્પર નિર્ભર છીએ.”




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application