બેંકનું કામ હોય તો પતાવી લેજો હો... ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંક રહેશે બંધ

  • August 02, 2021 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓગસ્ટ મહિનામાં જો તમારે બેંકનું કામ છે તો જલ્દી તે કામ પૂરું કરી લેજો. રિઝર્વ બેંકએ બહાર પહેલા લિસ્ટ પ્રમાણે સંપૂર્ણ દેશમાં અલગ અલગ જગ્યા પર ઓગસ્ટ મહિનામાં કુલ 15 દિવસ બેંકમાં રજા રહશે. આ રજાઓમાં ઘણા બધા ખાસ દિવસો છે, એટલા માટે એ દિવસની રજા એક રાજ્યમાં હોય ને બીજા રાજ્યમાં ન પણ હોય. જો તમારે બેંકમાં કામ માટે જવાનું છે તો પહેલા આ લિસ્ટ પર એક વાર ધ્યાનથી નજર ફેરવી લો. 

 

શનિ-રવિની રજા

 

ઓગસ્ટ મહિનાની શરૂઆત રવિવાર સાથે થઈ, એટલા બેંકમાં મહિનાના પહેલા દિવસે જ રજા હતી. આ સિવાય રવિવારની રજા 8,15,22,29 ઓગસ્ટ અને 14 અને 28 ઓગસ્ટએ બીજા અને ચોથા શનિવારની રજા રહશે. ટોટલ શનિ અને રવિવારની કુલ 7 દિવસની રજા બેંકમાં રહશે. 

 

ઓગસ્ટ 2021માં બેંક રજાઓની યાદી

 

1 ઓગસ્ટ - રવિવાર
8 ઓગસ્ટ - રવિવાર
13 ઓગસ્ટ - પેટ્રિયટ ટેય - ઈમ્ફાલમાં બેંક બંધ
14 ઓગસ્ટ - મહિનાનો બીજો શનિવાર
15 ઓગસ્ટ - રવિવાર
16 ઓગસ્ટ - પારસી નવું વર્ષ (શહેનશાહી) - બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ
19 ઓગસ્ટ - મોહરમ (આશુરા) - અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેંકો બંધ
20 ઓગસ્ટ - મોહરમ / પ્રથમ ઓણમ - બેંગલોર, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ
21 ઓગસ્ટ-  થિરુવોનમ- કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ
22 ઓગસ્ટ - રવિવાર
23 ઓગસ્ટ - શ્રી નારાયણ ગુરુ જયંતી - કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ
28 ઓગસ્ટ - મહિનાનો ચોથો શનિવાર
29 ઓગસ્ટ - રવિવાર
30 ઓગસ્ટ - જન્માષ્ટમી/કૃષ્ણ જયંતી - અમદાવાદ, ચંદીગ,, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ
31 ઓગસ્ટ - શ્રી કૃષ્ણ અષ્ટમી - હૈદરાબાદમાં બેંક બંધ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021