ટેસ્ટ વધાર્યા તો કિટ ખલાસ: 2 લાખ કિટનો ઓર્ડર

  • April 13, 2021 04:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાએ ટેસ્ટની સંખ્યા વધારીને પ્રતિ દિવસના 12000 કરી: ટેસ્ટિંગ વધારવા ઉપરાંત ક્ધટેઈનમેન્ટ ઝોનમાં એનફોર્સમેન્ટ વધારાયું: વેક્સિનેશન વધારવા સતત પ્રયાસો: હોમ કવોરન્ટાઈન કંટ્રોલ મ ફરી ધમધમ્યો

 


રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં કોરોનાના ટેસ્ટ વધારતા હવે કિટ ખલાસ થઈ ગઈ છે અને તાત્કાલિક અસરથી વધુ બે લાખ એન્ટીજન ટેસ્ટ કિટ મોકલવા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારીને પ્રતિ દિવસના 12000 સુધી પહોંચાડવામાં આવી છે. કોરોનાની પ્રથમ લહેર વેળાએ શ કરાયેલો હોમ કવોરેન્ટાઈન કંટ્રોલ મ ફરી ધમધમી ઉઠયો છે.

 


વિશેષમાં મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરમાં ટેસ્ટિંગ સતત વધારવામાં આવી રહ્યા છે. ગઈકાલે તા.11ના રોજ 11810 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દિવસે દિવસે ટેસ્ટની સંખ્યા વધી રહી છે લોકો સ્વયંભુ ટેસ્ટ કરાવવા માટે આગળ આવી રહ્યા છે. તદઉપરાંત કોરોના પેશન્ટ મળે કે તુરંત જ તેના પરિવારજનો તદઉપરાંત તેના પાડોશીઓ તેમજ સંપર્કમાં આવેલા તમામ પણ શકય હોય ત્યાં સુધી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના લીધે એન્ટીજન ટેસ્ટ કિટ ખલાસ થવાની તૈયારીમાં છે પરંતુ કોઈપણ સંજોગોમાં ટેસ્ટ બંધ નહીં કરાય. આગામી દિવસોમાં હજુ ટેસ્ટ વધારવાનું આયોજન હોય બે લાખ ટેસ્ટ કિટનો ઓર્ડર આપવામાં આવ્યો છે જે ટૂંક સમયમાં રાજકોટને મળી જશે. ટેસ્ટિંગમાં 104ને સૌથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે, 104ના માધ્યમથી ઘરેબેઠા ટેસ્ટ થઈ શકે છે. જાહેર ટેસ્ટ બુથ પર પણ લોકો કતારો લગાવી રહ્યા છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ હોય નાગરિકો ત્યાં આગળ પણ બહોળી સંખ્યામાં ટેસ્ટ કરાવી રહ્યા છે તેમ કમિશનરે ઉમેર્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS