મન મળે તો થઈ ગયો પણ મનમાં રહી જતા ગળાફાંસો ખાઈ લીધો

  • October 28, 2020 02:04 AM 258 views
  • ફુલસરની પરણીતાએ કરી આત્મહત્યા


ભાવનગર શહેરના ફુલસર ખાતે રહેતી પરિણીતાને તેના પતીએ જેઠાણીના ઘરે જવાની ના પાડતા બન્ને વચ્ચે ઝઘડો થયેલ અને બાદમાં સાંજના મનમેળ થઇ ગયેલ અને પતિ પત્ની સાથે રાત્રીના જમ્યા બાદ પતિ બહાર પાન માવો ખાવા ગયેલ ત્યારે પત્નિએ ઘરે ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધુ હતુ.


ફુલસર બહુચર માતાના ચોક પાસે રહેતા પાયલબેન વિમલભાઇ સરવૈયા (ઉ.વ.25)ને તેના પતિએ જેઠાણીના ઘરે જવાની ના પાડતા બન્ને વચ્ચે ઝઘડો થયેલ બાદમાં સાંજના બન્ને મનમેળ થઇ ગયો હતો અને સાથે જમીને પતિ માવો ખાવા ગયેલ ત્યારે તેણીને જેઠાણીના ઘરે ન જવા દીધી હોવાનુ લાગી આવતા ગળાફાંસો ખાઈ લીધો હતો. ડી ડીવીઝન પોલીસે અકસ્માતે મોત અંગેની એન્ટ્રી કરી મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application