સત્સંગ ન થાય તો ચાલે પણ કુસંગ મોટી હાની કરે: મોરારિબાપુ

  • May 21, 2023 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

"માનસ -આચાર્ય" રામકથામાં શંકરસિંહે મોરારિબાપુને દેનારા તરીકે બિરદાવ્યા 


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને નિજાનંદ ગ્રુપ દ્વારા આયોજિત ગાંધીનગરની માનસ આચાર્ય રામકથા આઠમો દિવસ રામ વનવાસની કથા અને શિક્ષકોના સંકલ્પનો રહ્યો.

આજની કથામાં અમૃતવાણીથી મુખર થતાં મોરારિબાપુએ કહ્યું કે શિક્ષક એક કુંભકાર છે.તે માનવ પિંડનું ઘડતર કરવામાં તે મહત્વનું યોગદાન આપે છે. 


શિક્ષક પાસે વિદ્યાર્થી આવે છે ત્યારે તેના માટે અંત:કરણથી કાર્ય કરવું અને તેની સાથે જોડાઈ જવું તે શિક્ષક ધર્મ છે. બુદ્ધિ એ બ્રહ્મા છે અને શિક્ષકે વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસ માટે કામ કરવું જોઈએ. શિક્ષકોના સમૂહમાંથી ઘણાં બધાં લોકોનો સંકલ્પ મળે છે કે અમે હવે અમારાં વિદ્યાર્થીઓ માટે આવું કરવાનો સંકલ્પ કરીએ છીએ.કેટલાક સંકલ્પ પોતાના આવકના દસમાં ભાગમાંથી વિદ્યાર્થીઓ માટે તેને સમર્પિત કરવા પણ તત્પરતા કરતાં દેખાયાં છે. 


શિક્ષક તપસ્વી, આચાર્ય યશસ્વી, ગુરુ એ તેજસ્વી હોય તે જરૂરી છે ,પણ સરકાર અથવા તંત્ર મનસ્વી ન હોય તે પણ એટલું જ જરૂરી છે !" આ રીતે બાપુએ સમગ્ર શિક્ષક સમાજ માટે અને તેના આસપાસના વર્તુળને યોગ્ય દિશા આપીને અમૃત કુંભ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો. શિક્ષકે ગુરુના દરજ્જે પહોંચીને ચેતસિક કામ કરવું જોઈએ તેમ કહીં શિક્ષકના સમગ્ર જીવન પર બાપુએ આજે વિશદ્ સંવાદ કર્યો હતો.


કથાના ક્રમમાં પ્રવેશ કરતાં બાપુએ આજે રામ રાજ્યભિષેકની તૈયારીઓ, અયોધ્યામાં થઈ રહેલાં ફેરફારો અને પછી મંથંરાના કહેવાથી કૈકેયીનુ વચન અને આખરે રામને વનવાસ તથા વનવાસનો સહષૅ સ્વીકાર, તેમાં પણ છેવાડાનાં માણસને મળવાની સકારાત્મક ભાવના. તેની કથા ખૂબ જ ભાવપૂર્ણ રીતે તમામ રસોથી વહાવી હતી. અયોધ્યા કાંડ સંક્ષિપ્તમાં વિરામ પામ્યો હતો.


કથામાં ઉપસ્થિત પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ કહ્યું કે મોરારિબાપુ દેવાનંદ એટલે દેનારા છે.સમાજ માટે તેમના કાર્યોને નમન.સૌને શિક્ષણ તરફ પોતાનું સામર્થ્ય વાપરવાં તેઓએ અનુરોધ કર્યો.


આજની કથામાં વડવાળા દેવ દુધરેજના ગાદીપતિ કણીરામબાપુ તથા કવિ નીતિન વડગામા,શિક્ષણવિદ્ મફતભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.આજે કથા સંક્ષિપ્તમાં તમામ સોપાનો પૂરા કરીને વિરામ લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application