લોકસભા ચૂંટણીમાં જીતના એક અઠવાડિયા પછી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આજે પ્રથમ વખત રાયબરેલી પહોંચ્યા હતા. તેમણે એક સભાને કહ્યું કે જો મારી બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસી બેઠક પરથી ચૂંટણી લડ્યા હોત તો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા અંતરથી હરાવ્યા હોત.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ અને સભ્યોનો અને અમેઠી અને રાયબરેલીના લોકોનો અમને જીતાડવા માટે આભાર માનું છું. આ વખતે કોંગ્રેસ પાર્ટી અમેઠી, રાયબરેલી, ઉત્તર પ્રદેશ અને સમગ્ર દેશમાં એક થઈને લડી હતી. હું સમાજવાદી પાર્ટીને કહેવા માંગુ છું કે આ વખતે તમારા નેતાઓ કોંગ્રેસના નેતાઓ સાથે ચૂંટણી લડ્યા હતા.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું આ વાત અહંકારથી નથી કહી રહ્યો, હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે ભારતની જનતાએ વડાપ્રધાનને સંદેશ આપ્યો છે કે અમને તમારી રાજનીતિ પસંદ નથી અને અમે તમારી વિરુદ્ધ છીએ. અમે નફરતની વિરુદ્ધ છીએ, હિંસા વિરુદ્ધ છીએ. દેશના વડાપ્રધાન હિંસાની રાજનીતિ કરે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે દેશની આત્મા સમજી ગઈ છે કે નરેન્દ્ર મોદી જી, અમિત શાહ જી ભારતના બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો ભારતની નીવ સાથે રમત કરી રહ્યા છે. જેથી આખો દેશ એક સાથે આવ્યો. આ સિવાય 2024માં ભારતની રાજનીતિમાં બદલાવ આવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, “ભાજપ માત્ર અયોધ્યામાં હારી નથી, પરંતુ વડાપ્રધાન પણ પોતાનો જીવ બચાવીને વારાણસીમાંથી બહાર આવ્યા છે.
યુપીની રાયબરેલી બેઠક પરથી સાંસદ રાહુલ ગાંધી અને અમેઠીથી કેએલ શર્માની જીત બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધી હતી. પ્રિયંકાએ કહ્યું કે આ એક ઐતિહાસિક જીત હતી.
પ્રિયંકાએ વધુમાં કહ્યું કે મને એ કહેતા ગર્વ થાય છે કે તમે બધાએ આખા દેશને સંદેશ આપ્યો કે તમે દેશમાં સ્વચ્છ રાજનીતિ ઈચ્છો છો. આ પરિણામ માટે અમે દિવસ-રાત મહેનત કરી હતી. મારા મોટા ભાઈને વિજયી બનાવવા માટે અમે રાયબરેલીના લોકોના આભારી છીએ. તમે અમારા માટે જે ઉત્સાહ દર્શાવ્યો છે તેના બમણા ઉત્સાહ સાથે અમે તમારા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech