રાજકોટવાસીઓ ચેતી જાય, રાજકોટના મેયર પ્રદીપ ડવએ આંકરા નિર્ણય લેવાના આપ્યા સંકેત

  • March 18, 2021 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજ્યમાં કોરોનાના કેસ જેટ સ્પીડથી વધી રહ્યા છે. જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં મેટ્રો સીટીમાં વકરતા કોરોનાના કેસના કારણે આંકરા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. જો કે હાલ તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં લોકડાઉન થશે નહીં પરંતુ સ્થાનિક વહિવટી તંત્ર કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા આંકરા નિર્ણય લઈ શકે છે. આ અંગેના સંકેત રાજકોટના મેયરે પણ આપી દીધા છે. 

 

 

શહેરના નવ નિયુક્ત મેયર પ્રદીપ ડવએ કહ્યું છે કે શહેરમાં મોટા પ્રમાણમાં કેસ નોંધાશે અને સંક્રમણ વધશે તો આંકરા નિર્ણય રાજકોટ પાલિકાએ લેવા પડશે. જે રીતે અમદાવાદમાં BRTS, સિટી બસ સેવા સહિત સ્પોર્ટ્સ ક્લબ, જીમ બંધ કર્યા છે તેમ અહીં પણ કરવું પડી શકે છે. અમદાવાદમાં બાગ બગીચાઓ અને જાહેર સ્થળો પર લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમ રાજકોટમાં પણ કરવું પડશે.

 

 

જો કે તેમણે આગળ ઉમેર્યું હતું કે હાલ તો અમદાવાદ અને સુરતની સરખામણીમાં રાજકોટમાં કેસનું પ્રમાણ ઓછું. તેથી શહેરના લોકો માસ્ક પહેરે, સામાજિક અંતરનું પાલન કરે તે જરૂરી છે. આ ઉપરાંત તેમણે લોકોને વેક્સિન મુકાવવા અપીલ પણ કરી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS