ગાંધીગ્રામ પોલીસની ઓળખ આપી ડેલી ખખડાવી, યુવકે ખોલતાં જ શખસે છરીથી હુમલો કર્યેા

  • September 08, 2021 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ ત્યકતા સાથે કરેલા લિવ ઈન રિલેશનશિપનો ખાર રાખી ઋતુરાજસિંહે હત્પમલો કર્યાનો આક્ષેપ

 


શહેરના ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે રહેતાં યુવાનના ઘરની ડેલી ખખડાવી શખ્સે ગાંધીગ્રામ પોલીસમાંથી આવુ છું તમાં  સમન્સ છે કહેતા યુવકે ડેલી ખોલતાં જ બહાર ઉભેલા શખ્સે સીધો છરીથી હુમલો કરી દેતા મોઢા પર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

 


બનાવની પ્રા વિગત મુજબ ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે  પૂજા પાર્ક–૨માં રહેતાં અને ગેસ કંપનીમાં સિકયુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં વિજયસિંહ તખતસિંહ પરમાર (ઉ.વ.૪૩)નામના યુવક પર રાત્રીના અગિયારેક વાગ્યે રતનપરથી આવેલા હર્ષદિપસિંહ ઝાલાએ છરીથી હત્પમલો કરી મોઢા સહિતના ભાગે  ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી

 


વિજયસિંહના કહેવા મુજબ  વર્ષેા પહેલા તેણે એક ત્યકતા સાથે લિવ ઇન રિલેશનશીપ કરાર કર્યા હતાં.  થોડા વર્ષેા સાથે રહ્યા પછી રાજીખુશીથી બંને અલગ પડી ગયા હતાં.
હાલમાં પોતે એકલા રહે છે. જુના મનદુ:ખનો હર્ષદિપસિંહે ખાર રાખી પોલીસના નામે ઘરે આવે ડેલી ખખડાવી હત્પમલો કર્યેા હતો. જો કે ગાંધીગ્રામ પોલીસ સિવિલ હોસ્પિટલે નિવેદન નોંધવા પહોંચે પહેલા જ રજા લઇ ચાલ્યો ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS