કોરોના પછી ક્રિકેટમાં થશે આવા ફેરફાર, બોલરો માટે માસ્ક હશે ફરજિયાત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોના વાયરસને લીધે સમગ્ર વિશ્વમાં વિવિધ ક્ષેત્રની કામગીરીમાં બદલાવ આવી રહ્યા છે ત્યારે ક્રિકેટમાં પણ ઘણા નિયમોમાં ફેરફાર થવાની સંભાવના છે. જેની સૌથી મોટી અસર ખાસ કરીને બોલેરો પર પડી શકે છે.


કોરોનાવાયરસનો ચેપ ન ફેલાય તે માટે બોલરો હવે બોલ ચમકાવવા માટે થુંકનો ઉપયોગ કરી શકશે નહીં, જો કે બોલને ચમકાવવા માટે બોલેરો શેનો ઉપયોગ કરશે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.


આ તમામ બાબતોને વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ના કોચ પસંદગીકાર મિસબાહ ઉલ હકે જણાવ્યું છે કે બોલો અને લાળના ઉપયોગથી રોકવા માટે ફેસમાસ્ક પહેરવું ફરજીયાત કરી દેવું જોઈએ અને બોલેરો માટે આઈસીસીની નવી ગાઇડલાઇન ફૂલો કરવામાં મુશ્કેલી થશે જેમાં ખાસ કરીને લાડ નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. ક્રિકેટ ફરીથી શરૂ કરવા માટે આઇસીસીએ કેટલાક દિશાનિર્દેશ જાહેર કર્યા છે જેમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ ને કોઈપણ સ્થિતિમાં ફેલાતો અટકાવવા જરૂરી છે.

 

મિસબાહે આપેલા પ્રસ્તાવ મુજબ માસ્ક પહેરવું ફરજીયાત કરવાનું જણાવવામાં આવ્યું છે. જે મુજબ સ્વાભાવિક રીતે બોલર થુંક લગાડવાનો પ્રયત્ન કરી શકે નહીં. આઇસીસીએ પણ ભલામણ કરી છે કે ક્રિકેટની યજમાની કરવા માટે 14 દિવસનું પ્રિમેચ આઈસોલેશન હોવું જોઈએ. આ આઇસોલેશનના કારણે એ બાબત નક્કી કરી શકે તેમના બધા ખેલાડીઓ કોરોનાવાયરસ થી સુરક્ષિત છે કે કેમ ?
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS