જી.જી. હોસ્પીટલની બોયઝ હોસ્ટેલમાંથી આઇપેડ-સ્માર્ટવોચની ચોરી

  • April 17, 2025 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની જી.જી. હોસ્પીટલના બોયઝ હોસ્ટેલમાંથી એક વિધાર્થીના આઇપેડ અને સ્માર્ટ વોચ મળી ૧૬૫૦૦ના મુદામાલની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદ દાખલ થઇ છે. જી.જી. હોસ્પીટલ બોયઝ હોસ્ટેલ નં. ૨, ‚મ નં. ૨૮માં રહેતા વિધાર્થી મકસુદ મકબુલભાઇ શેખએ ગઇકાલે સીટી-બીમાં અજાણ્યા શખ્સ સામે ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.  ગત તા. ૧૪-૪-૨૫ના સમય દરમ્યાન ફરીયાદીનુ આઇપેડ કિ. ૧૫ હજાર અને ૧૫૦૦ની કિંમતી સ્માર્ટ વોચ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી જતા ફરીયાદ આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application