‘12મી ફેલ’ વિક્રાંત મેસ્સી કામ કરશે એકતા કપૂર સાથે, વિગતે જાણો વિક્રાંત મેસ્સીના આગામી પ્રોજેકટ વિશે

  • January 15, 2024 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં પોતાની હાજરી નોંધાવતા અભિનેતા વિક્રાંત મેસ્સીનું નસીબ ચમકી ગયું છે. અભિનેતાની ફિલ્મો ખૂબ કમાણી કરી રહી છે. જો કે ફિલ્મો હોય કે ઓટીટી પ્લેટફોર્મ તેના અભિનયે ચાહકોને ખૂબ મનોરંજન કરાવ્યું છે. ત્યારે હવે અભિનેતા વિક્રાંત મેસ્સીના હાથમાં એક મોટો પ્રોજેક્ટ આવ્યો હોવાના સમાચાર છે.


જીહા, ટીવીની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતા વિક્રાંત મેસ્સીની 12મી ફેલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યાં બીજી તરફ તેને એક નવો પ્રોજેક્ટ પણ મળ્યો છે. હવે અભિનેતા એકતા કપૂરની સામાજિક-રાજકીય થ્રિલરનો ભાગ બનશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આ પ્રોજેક્ટ પર ટૂંક સમયમાં કામ શરૂ થશે.


જો રિપોર્ટ્સનું માનીએ તો વિક્રાંત મેસ્સીને એકતા કપૂરની ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. આ ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો હજુ વધુ વિગતો સામે આવી નથી. પણ ફિલ્મની વાર્તા 2000ના દાયકાની શરૂઆતમાં બનેલી સાચી ઘટનાઓથી પ્રેરિત હશે જેણે દેશનો રાજકીય માહોલ બદલી નાખ્યો.


સૂત્રોનું માનીએ તો એકતા કપૂર આ વાર્તાને મોટા પડદા પર લાવવા માટે ઉત્સુક છે. આ મુદ્દા પર ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ આજ સુધી કોઈએ આ મુદ્દા પર ફિલ્મ બનાવી નથી. પરંતુ એકતા કપૂર હંમેશા રિસ્ક લેવામાં એક્સપર્ટ રહી છે અને તે આ ફિલ્મ માટે પણ રિસ્ક લેવા તૈયાર છે. ફિલ્મને લઈને એકતા અને વિક્રાંત વચ્ચે મીટિંગ પણ થઈ છે. હાલમાં આ ફિલ્મ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું છે અને તેનું પ્રી-પ્રોડક્શન વર્ક પણ શરૂ થઈ ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News