સુસ્મિતા સેને પણ જણાવ્યું, હું પણ ડિપ્રેશનનો શિકાર થઈ ચૂકી છું.

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ અભિનેત્રી સુસ્મિતા સેને પણ સુશાંત સિંહ રાજપૂત જેવા આશાસ્પદ અભિનેતાના નિધન બાદ નિવેદન આપી અને એક સચ્ચાઈનો એકરાર કર્યો છે. સુસ્મિતાસેને એક મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે "હું પણ ખૂબ જ ડિપ્રેશનમાં હતી, મેં પણ આ પરિસ્થિતિનો સામનો કર્યો છે મને ખબર છે કે લાગણી શું હોય છે એ સમયે હસવું ખૂબ જ અઘરું થઈ પડે છે, જ્યારે તમારે જીવન જીવવાનો વિકલ્પ પસંદ કરવાનો હોય. અને આ વિકલ્પ પસંદ કરવો પણ જોઈએ."

 

વધુમાં તેણે જણાવ્યું હતું કે "દરેક વ્યક્તિ અલગ વ્યક્તિત્વ ધરાવે છે, તેના મિત્રો અને પરિવારના સપોર્ટની આ વખતે જરૂરિયાત હોય છે. આવા સમયે કેટલાક લોકો મનોચિકિત્સક પાસે જાય છે અને, આ બાબત તેમની સમસ્યા પર નિર્ભર કરે છે. મારા જીવનનો ઉદ્દેશ્ય છે મારી બે દીકરીઓ. હું તેનું ભરણપોષણ કરી રહી છું અને હું એવું વિચારી શકતી નથી કે મારું જીવન ખતમ થઈ ગયું."

 

સુશાંત સિંહ રાજપૂતે મોટા પડદા પર પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2003માં રીલિઝ થયેલી ફિલ્મ 'કાઈપો છે' દ્વારા કરી હતી. તેમજ આ જ વર્ષે 'શુદ્ધ દેશી રોમાંસ' માં પણ તેઓ નજરે પડ્યા હતા. વર્ષ 2014માં તેઓએ આમિર ખાન સ્ટારર ફિલ્મ 'પીકે'માં અનુષ્કાના લવરની ભૂમિકા કરી હતી.

 

 સુશાંત સિંહ રાજપુતને સૌથી વધારે લોકપ્રિયતા મળી વર્ષ 2019 માં રિલીઝ થયેલી બાયોપિક ફિલ્મ 'એમ.એસ.ધોની ધ અન ટોલ્ડ સ્ટોરી' દ્વારા. ત્યારબાદ સુશાંતે રાબતા, વેલકમ ટુ ન્યુયોર્ક, કેદારનાથ, સોનચિડિયા અને છિછોરે જેવી ફિલ્મો કરી હતી.

 

 તાજેતરમાં તેમણે ભરેલું આત્મહત્યાનું પગલું બોલીવુડ સહિત સમગ્ર દેશના લોકોને હચમચાવી ગયું છે. જેના કારણે બોલિવૂડની અલગ-અલગ હસ્તીઓ પણ એ બાબત જણાવી રહી છે કે તેઓ પણ આ જ પ્રકારના સમયમાંથી પસાર થયા હતા પરંતુ તેમણે હાર માની ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS