‘મને રીલ્સ બનાવતા આવડે છે, તમારે વિડીયો એડિટ કરવાનો’, ઇન્ફ્લુએન્સરે પોતાના માટે મુરતિયો શોધવા છપાવી જાહેરાત

  • October 28, 2023 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લગ્નની સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને ફરી એકવાર લગ્ન સંબંધિત ફની વીડિયો વાયરલ થતા જોવા મળશે. પરંતુ લગ્ન થાય તે પહેલાં, લગ્ન માટે વર કે કન્યા શોધવાની જરૂર છે. આવી સ્થિતિમાં, લોકો અખબારો અને સામયિકોમાં વૈવાહિક જાહેરાતો બહાર પાડે છે. આ દિવસોમાં એક જાહેરાતની ખૂબ ચર્ચા થઈ રહી છે જેમાં એક છોકરીએ પોતાના માટે યોગ્ય વરની શોધ કરી છે.


ટ્વિટર યુઝર આયુષીએ તાજેતરમાં એક અખબારમાં પ્રકાશિત જાહેરાતનો ફોટો પોસ્ટ કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં લગ્નની જાહેરાત દેખાઈ રહી છે જે રિયા નામની યુવતીએ છપાવી છે. આ એક વાયરલ પોસ્ટ છે, તે કયા અખબારમાંથી છે અને કઈ છોકરીએ તેને પ્રકાશિત કરી છે તેની કોઈ નક્કર માહિતી નથી.
​​​​​​​


વાયરલ પોસ્ટમાં લખેલું છે કે, એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના માટે વર શોધી રહી છે. પોસ્ટમાં લખ્યું છે- મારું નામ રિયા છે, હું મારા માટે રીલ પાર્ટનર + વર શોધી રહી છું. છોકરાએ કેમેરા સામે શરમાવો ન જોઈએ, અને મારી સાથે રીલેશનશીપ માટે  તૈયાર હોવો જોઈએ, ટ્રેન્ડિંગ મ્યુઝિક સાથે કન્ટેન્ટ કેવી રીતે બનાવવું તેની જાણકારી હોવી જોઈએ, જોઈન્ટ ફેમેલી માંથી ન હોવો જોઈએ, છોકરીએ આગળ લખ્યું કે છોકરાને પ્રીમિયર પ્રો ખબર હોવી જોઈએ જેથી તે મારી રીલ અને વીડિયો એડિટ કરી શકે. આ સાથે યુવતીએ પોતાનું ઈમેલ આઈડી આપ્યું છે અને એમેઝોન મિની ટીવી પરના એક શોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેને વાંચીને તમને એવું લાગશે કે કદાચ આ જાહેરાત તે શોના પ્રમોશન માટે કરવામાં આવી છે.


ટ્વિટર પર આ પોસ્ટને 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે એવું લાગે છે કે કાં તો તે જૂના જમાનાના છે અથવા તો આ જમાનાના લોકોનું મન ખોવાઈ ગયું છે. એકે કહ્યું કે રિયાને લાઈફ પાર્ટનર નહીં પણ રીલ પાર્ટનર જોઈએ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application