"હું કોર્ટના ધક્કાથી કંટાળી ગયો છું, મારા નિકાહની વાત પણ બીજે ચાલે છે", અમદાવાદની ભરી બજારમાં પતિએ આપ્યા પત્નીને ટ્રિપલ તલાક

  • March 18, 2023 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં જ્યારથી ટ્રિપલ તલાકનો કાયદો અમલી બન્યો છે.ત્યારથી મુસ્લિમ મહિલાઓમાં જાગૃતતા આવી છે. અને જેથી ટ્રિપલ તલાક ભોગ બનનારી મહિલાઓ હવે ટ્રિપલ તલાકના કાયદાને આધારે પોતાની સાથે થયેલા અન્યાય સામે ન્યાયની માંગણી કરવા આગળ આવે છે. પણ આજરોજ ફરીવાર અમદાવાદમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પતિએ રોડ પર જ પત્નીને ટ્રિપલ તલાક આપી દીધો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, 25 વર્ષીય યુવતીના વર્ષ 2018માં જુહાપુરાના યુવક સાથે નિકાહ થયા હતા. જોકે, નિકાહના થોડા સમય બાદ યુવતીને સાસરિયાઓએ ત્રાસ આપતા ફરી તેના પાછી આવી હતી. યુવતીએ આ મામલે વર્ષ 2022માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી આ કેસ કાર્ટમાં ચાલી રહ્યો હતો.
​​​​​​​

ત્યારે ગઈકાલે યુવતી તેના પિતા અને ભાઈ સાથે બહાર ગઈ હોઈ આ દરમિયાન યુવતીનો પતિ નીકળતા યુવતીના પિતાએ તેને રોકી  હતો અને છુટાછેડા અંગે વાત કરતા ગુસ્સે ભરાયેલા પતિએ તેણીને સરાજાહેર તલાક આપી દીધા હોવાની ઘટના બની છે. યુવતીના  પતિએ કહ્યું હતું કે, 'તું મને છેલ્લા એક વર્ષથી કોર્ટના ઘક્કા ખવડાવે છે, હવે હું કંટાળી ગયો છું. મારા નિકાહની બીજે વાત ચાલી રહી છે. હું તારી સાથે હવે કોઈ સંબંધ રાખવા માંગતો નથી, હું તને તલાક આપું છું.'

જે બાદ યુવકે ગુસ્સામાં રસ્તા પર ત્રણ વાર તલાક-તલાક-તલાક બોલીને ચાલ્યો ગયો હતો. યુવકે પત્નીને રોડ પર જ ત્રણ વાર તલાક કહી દેતા યુવતીને આઘાત લાગ્યો હતો. યુવતીનું બ્લડ પ્રેશર વધી જતા તેને ચક્કર આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલે યુવતીએ ફરિયાદ આપતા હવે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application