ગૃહમંત્રીનો પીએ દત્તાજી બોલું છું, ફલાણાની આ ગામે બદલી કરીને પછી જાણ કરો...

  • July 17, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ વહીવટી કચેરીઓમાં કરી પોતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પીએ દત્તાજી બોલે છે તેવું કહી પોતાના જાણીતાઓની બદલી નોકરીમાં રાહત વિગેરે પ્રકારની ભલામણો કરી રોફ જમાવતા તાલાલાના ઉમરેડી ગામના શખસને એલસીબી પોલીસે ઝડપી લઈને કાયદાનું ભાન કરાવ્યું હતું.
​​​​​​​
જૂનાગઢ રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાની સૂચનાના અનુસંધાને એલસીબીના એએસઆઈ નરેન્દ્રભાઈ કછોડ, લાલજીભાઈ બાંભણિયા, પોલીસ હેડ કોન્સ. નરેન્દ્ર પટારને મળેલ બાતમી હકીકત આધારે ગૃહમંત્રીના નામે ફોન કરી રોફ જમાવતા જગદીશ ઉર્ફે દિલીપ નારણભાઈ નંદાણિયા ઉ.વ.૩૦ રહે.ઉમરેડી તા.તાલાલાને ઝડપી લઈને પૂછપરછ કરાતા તેણે વેરાવળ એસટી ડિવિઝનના ટ્રાફિક ઈન્સ્પેકટરને ફોન કરી ગૃહમંત્રી હર્ષ સંઘવી પીએ દત્તાજી તરીકે ઓળખ આપી પોતાના જાણીતા ડ્રાઈવર-કંડકટર બારડને નોકરી બાબતે રાહત આપી એસી બસમાં ફરજ આપતા તેમજ જામનગર એસટી વિભાગમાં નિયામકને ફોન કરી પોતાના જાણીતા ડ્રાઈવર વાળાને નોકરી બાબતે રાહત આપવા ભલામણ કરી હતી.આ ઈસમ ટૂ-કોલર એપ્લિકેશનમાં પ્રોફાઈલ પીકચરમાં ગૃહમંત્રીને હર્ષ સંઘવીનો ફોટો તેમજ ડિસ્પ્લે નેમ અંગ્રેજીમાં હર્ષ સંઘવી પીએ રાખી ફોન કરી રોફ જમાવતો હતો.એલસીબી ઈ.ચા.પોલીસ ઈન્સ. વી.કે.ઝાલા, એએસઆઈ મેસુરભાઈ વ‚, રામદેવસિંહ જાડેજા નરેન્દ્રભાઈ કછોટ, લાલજીભાઈ બાંભણિયા પોલીસ કોન્સ. નરેન્દ્રભાઈ પટાટ, શૈલેષભાઈ ડોડિયા, ભુપેન્દ્રસિંહ ચાવડા, વિરાભાઈ ચાંડેરા, દેવીબેન રામ પોલીસ કોન્સ. ઉદયસિંહ સોલંકી વગેરે આ શખસને કાયદાનું ભાન કરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application