પતિએ પરસ્ત્રી સાથે સંબંધ બાંધ્યા તો બદલો લેવા પત્ની માથાભારે શખ્સ સાથે સંબંધમાં બંધાણી, પતિ-પત્નીની બદલો લેવાની રમતમાં બાળકોની હાલત કફોડી

  • July 16, 2021 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક વ્યક્તિ આવેગો અને લાગણીઓથી ઘેરાયેલ હોય છે. માણસને હૂંફ, પ્રેમ, લાગણી મળે તો જીવન સારી રીતે જીવી શકે તેમાં કોઈ જ શંકા નથી પણ જ્યારે આ આવેગો ખોટી રીતે અને ખોટી જગ્યાએ વ્યક્ત થાય ત્યારે પરિવારનો માળો વિખાતા વાર નથી લાગતી. વાત છે મનોવિજ્ઞાન ભવનમાં સલાહ લેતા  એક દંપતીની જેમનો પરિવાર તૂટવાની અણી પર હતો પણ કાઉન્સેલિંગ થી ફરી પૂર્વવત થાય એવા પ્રયત્નો મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવી રહ્યા છે. 


એક સારી નોકરી અને સારું સ્થાન ધરાવનાર દંપતીની વાત છે. જેમના કાઉન્સેલિંગના  5 સીટીંગ મનોવિજ્ઞાન ભવનમાં થયા અને હજુ સતત કાઉન્સેલિંગ શરૂ છે. શોભના બેન (નામ બદલાવેલ છે) અને નિખિલભાઈ (નામ બદલાવેલ છે)ના પ્રેમ લગ્ન હતા. એકદમ સાદગી અને સમાજના નિયમો મુજબ બન્ને એ પરિવારની સહમતી સાથે લગ્ન કર્યા. સુખેથી બન્ને જીવતા હતા. ત્યાં શોભના બેનના મામાની દીકરી દેવયાની (નામ બદલાવેલ છે) નિખિલભાઈ ના સંપર્કમાં આવે છે. શોભનાબેન ને તેની પર ખૂબ ભરોસો હતો. નિખિલભાઈ અને દેવયાની બેન બન્ને સાથે બહાર જતા. બહારગામ પણ સાથે જતા. શોભના બેન અને નિખિલભાઈ ને 2  સંતાન. દેવયાની બેન સતત શોભનાબેનના ઘરે આવતા અને નિખિલભાઈ સાથે સમય પસાર કરતા. શોભનાબેન ને એવુ જ હતું કે તે બન્ને માત્ર હસી મજાક કરે છે. પરંતુ ધીરે ધીરે આ હસી મજાક આગળ વધી. શોભનાબેન બેંકમાં નોકરી કરતા અને નિખિલભાઈ ને ઘર નજીક જ કરિયાણાની દુકાન  જ્યારે શોભનાબેન ઘરે ન હોય ત્યારે દેવયનીબેન ઘરે આવી નિખિલભાઈ સાથે રહેતા. આ બધું તેના  બન્ને સંતાન જોતા. એક દિવસ શોભનાબેન અચાનક ઘરે આવ્યા અને ઘરનો દરવાજો ખખડાવતા નિખિલભાઈ એ ખોલ્યો તો તેમના બેડરૂમ માંથી દેવયાનીબેન નીકળ્યા અને શોભનબેન સાથે ખૂબ જગડો થયો અને ધીરે ધીરે આ વાતે ખૂબ મોટું સ્વરૂપ લીધું.

 


વાત અહીંથી પુરી ન થતા નિખિલભાઈ સાથે બદલો લેવા શોભનાબેને પિતાની ઉંમર જેટલા બીજા બુટલેગર જેવા માથાભારે પુરુષ  સાથે સંપર્ક અને સંબધ શરૂ કર્યા. નિખિલભાઈ ને આ વાતની જાણ થતાં તેમણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. કેમ કે આ માથાભારે વ્યક્તિ બધાની હાજરીમા ઘરે બેરોકટોક આવતી થઇ.  હવે પરિસ્થિતિ એ છે કે બન્ને સંતાનો  ખૂબ ભયમાં જીવે છે અને નાની દીકરી પિતા સાથે રહેવા જ તૈયાર નથી જયારે દીકરો માતાને નફરત કરવા લાગ્યો. હાલ બધા જ પછતાય છે બેન માથાભારે વ્યક્તિની ચુંગાલ માંથી બહાર નીકળવાનું વિચારે છે પણ નીકળી નથી શકતા.  સમાજમાં આબરૂનું ધોવાણ થાય એ ભયથી તેમના પતી કશું કરી નથી શકતા.

 


પતિ પત્ની બન્ને એ આપેલ કારણો


નિખિલભાઈ ના જણાવ્યા મુજબ બાળકો થયા પછી શોભનાબેન સમય નહોતા આપી શકતા જેને કારણે તેઓ દેવયાની તરફ આકર્ષિત થયા અને ક્યારે આ સીમા ઓળગી ખબર ન રહી. એ પ્રેમ હજુ શોભનાબેન ને જ કરે છે ખૂબ પ્રેમ કરે છે પણ આ ભૂલો હવે ભેગા નથી થવા દેતી. બીજું એમણે જણાવ્યું કે હું ભૂલ કરી બેઠો તો પત્ની તરીકે તેનો હક છે મને સજા આપવાનો પણ માથાભારે વ્યક્તિ પાસે માર ખવડાવવો,  સતત ભયમાં રાખવો એ ક્યાંનો ન્યાય?  નીખિલભાઈ કહે છે કે સ્ત્રી નાગણ જેવી હોય છે આ મારા પરિવાર ને ખાઈ ગઈ. કયો પુરુષ પોતાની નજર સામે પત્નીને અન્યની હાજરીમા બંધ બારણે જોઈ શકે?  


શોભનાબેન ના જણાવ્યા મુજબ એ પોતે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી રાખવા અને બાળકોને સારું શિક્ષણ આપવા નોકરી કરતા અને તેને પોતાના પતિ પર આંધળો વિશ્વસ હતો જે તેમણે તોડ્યો અને જેથી બદલો લેવા તે અશોકભાઈ પાસે ગયા. સહુથી કપરી હાલત બાળકીઓની છે. તેમના જણાવ્યા મુજબ જ્યારે પપાને દેવયાની માસી ઘરે આવે ત્યારે અમને મારતા અને ગુસ્સે થતા ને મમી પપાને જગળતા જોઈ રાત્રે પણ બીક લાગે છે. નાની બાળકી કોઈપણ સંજોગે પિતા સાથે રહેવા તૈયાર નથી.  હવે પતિ પત્નીને સાથે રહેવું છે પણ બાળકી  હવે પિતા સાથે રહેવા તૈયાર નથી અને દીકરો માતા સાથે રહેવા તૈયાર નથી. 


પિતાની ઐયાસી અને વાસના બની પરિવાર માટે મુશ્કેલ

 

એક કપલ મનોવિજ્ઞાન ભવનમાં આવે છે અને ચોધાર આંસુએ રડે છે.  બન્નેને એકબીજા પ્રત્યે ખુબ જ પ્રેમ છે કાળજી છે પણ સાંસારિક જીવન જીવી નથી શકતા.  લગ્નના થોડા જ દિવસોમાં સસરા અને જેઠાણી વચ્ચેના લફરાંની જાણ બેનને થયેલ. તેમણે ઘરમાં વાત કરી. સસરાની વાસના અને જેઠાણીની બેશર્મીઓ જોઈને ગભરાઈ ગયા.  શરૂઆતના 5 દિવસના ઘરસંસારમાં તેમને દીકરો થયો. આજે 15 વર્ષ થયા છે આજ સુધી તેઓ પતિપત્ની સાંસારિક જીવન જીવતા નથી તેને કારણે પતી અવળી લાઈને ચડી ગયો.  સતત ભયને કારણે બેનમાં મનોશારીરિક અનેકો રોગ શરૂ થયા.  આજે બેન હાર્ટ, પાચન,  ચામડી, સાંધાના દુખાવા જેવા ઘણા રોગથી પીડિત છે. સોસાયટીના લોકો તે બેનને બીમારીનું ઘર તરીકે ઓળખે છે.  સસરા તેની સાથે દુષ્કૃત્ય કરશે એ ભયે બેનને માનસિક બીમાર બનાવ્યા,  ભાઈ પોર્ન સાઈટ ના રવાડે ચડ્યા,  સંતાન પણ હવે વિકૃત વર્તન કરતું થઇ ગયું છે.  પિતાની વાસના એ પરિવારને પીંખી નાખ્યો છે એવું ધ્રુસકે ધ્રુસકે રડતા ભાઈએ વાત કરી.  હાલ તેઓનું કાઉન્સેલિંગ મનોવિજ્ઞાન ભવનની ટીમ કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS