રાજકોટ જિલ્લામાં 25 મકાનો વાવાઝોડાએ ખંઢેર બનાવી દીધા: સર્વે ટીમ ચોંકી ઉઠી

  • May 21, 2021 06:37 PM 

43 શાળાઓમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન: કલેકટરની સુચના મુજબ 53 ટીમ દ્વારા સર્વે શરૂ



રાજકોટ જિલ્લામાં વાવાઝોડાને કારણે કેટલું નુકસાન થયું છે તેનો સર્વે કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહને 53 ટીમ મેદાનમાં ઉતારી છે આ ટીમના સૂત્રોના જણાવ્યા મુજબ વાવાઝોડાને કારણે નુકશાનીનું પ્રમાણ વધુ હોવાનું જણાઈ રહ્યું છે રાજકોટ જિલ્લામાં 25 રહેણાંક મકાનો ખંડેર જેવા બની ગયા છે અને 43 શાળાઓમાં વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે સર્વેની કામગીરી હજુ ચાલુ છે અને બે દિવસમાં તે પૂરી થઈ જશે.

 


ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સર્વેની પ્રાથમિક વિગત મુજબ જસદણ તાલુકામાં આઠ વિછીયા તાલુકામાં 10 ગોંડલ તાલુકામાં ત્રણ ધોરાજી તાલુકામાં બે જામકંડોરણા અને પડધરી તાલુકા માં એક એક મકાનો પડી ગયા છે.

 


આ ઉપરાંત 3 શાળાઓમાં વર્ગખંડને ભારે નુકસાન થયું છે ઓગણીસ શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ પડી ગઈ છે અને 21 શાળાઓમાં નળીયા તૂટી જવા જેવા સામાન્ય નુકસાન થયા છે.

 


જસદણ અને વીંછિયા તાલુકામાં નુકસાનનું પ્રમાણ વધારે છે કૂલ 53 ટીમ સર્વે માટે મેદાનમાં ઉતારવામાં આવી છે તેમાં રાજકોટ તાલુકામાં 6 પડધરી તાલુકા માં ચાર જસદણ તાલુકામાં છ જેતપુર તાલુકામાં 5 વિછીયા તાલુકામાં ત્રણ ધોરાજી તાલુકામાં 4 ઉપલેટા તાલુકામાં 5 જામકંડોરણા તાલુકામાં છ ગોંડલ તાલુકામાં 8 કોટડા સાંગાણી તાલુકામાં 4 અને લોધીકા તાલુકામાં બે ટીમ સર્વે કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS