મોડી રાત્રે વાવાઝોડું ભાવનગર ત્રાટક્યુ: ૧૦૦ કિ. મી. ઝડપે ફુંકાતા પવન સાથે ધોધમાર વરસાદ

  • May 18, 2021 04:26 PM 

પાલિતાણાના નવાગામ બડેલી ગામે દિવાલ પડતા બેના મોતના પ્રાથમિક અહેવાલ : અનેક વૃક્ષો ધરાશાયી

 

 

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાઈ ગુજરાતમાં પ્રવેશ્યુ હતું મોડી રાત્રે  ઉના તરફથી ભાવનગર આવી પહોંચ્યું છે અને હાલ સવારે ૯ કલાકે પણ ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ છે.

 

 

ભાવનગરમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે અને અહીં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદથી ૭થી ૩ ઈંચ પાણી ખાબકી ગયું છે. સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને અગમચેતીના ભાગ રૂપે કેટલોક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે.

 

 

મહુવા, ઘોઘા ઉપરાંત પાલિતાણા, ઉમરાળામાં  વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારો વાવાઝોડા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પાલિતાણાના નવાગામ બડેલી ગામે દિવાલ તૂટી પડતાં બેના મોત થયાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે જો કે સત્તાવાર સમર્થન હજુ મળ્યું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS