કોરોનાથી જેમના પિતાનું અવસાન થયુ હોય તેવા બાળકોને 100 ટકા સુધી ફી માફી

  • March 12, 2021 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરની સેલ્ફ ફાયનાન્સ શાળાઓ દ્વારા લેવાયો આવકાર્ય નિર્ણય



ભાવનગરની ખાનગી શાળાના સંચાલકોએ કોરોનાને કારણે જેમના પિતાનું અવસાન થયુ હોય તથા દેશ માટે શહિદ થનાર વિર જવાનોના બાળકોની ફી 100 ટકા સુધી માફી આપવા તથા તેના પરિવારને મદદ માટે સાથે ઉભા રહેવાનો સરાહનિય નિર્ણય લીધો છે.

 


કોરોનાની મહામારીમાં જે વિદ્યાર્થીના પિતાનું કોરોનાથી અવસાન થયું હોય તેવા બાળકો માટે હવે શાળા અભ્યાસ વિકટ બન્યો છે ત્યારે ભાવનગર સ્વનિર્ભર શાાળ સંચાલક મંડળની  બેઠકમાં પ્રમુખ મનહરભાઇ રાઠોડ દ્વારા એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે, આવા પિતાની છત્રછાયા કોરોનાને લીધે ગુમાવી હોય તે બાળકો તેમજ દેશ માટે શહાદત વહોરી હોય તેવા શહીદોના સંતાનો પ્રત્યે સંવેદન દાખવી આવા બાળકોને અભ્યાસમાં 100 ટકા સુધી ફી માફી અને તેઓ જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી તેમના પરિવાર સાથે ઉભા રહી મદદગાર થવુ જોઈએ. આ લાગણીનો તમામ સંચાલકોએ સ્વિકાર કરી નિર્ણય અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 


ધો.1થી ધો.12 સુધીની ખાનગી શાળાઓના સંચાલકોની બેઠક મળી હતી તેમાં આ સરાહનીય નિર્ણય લેવાતા ડીઇઓ એ.જી.વ્યાસ અને ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ આ નિર્ણયને આવકારી અભિનંદન પાઠવ્યાં હતા. આ નિર્ણયથી ખાસ કરીને જરિયાતમંદોને ખાસ લાભ મળશે તેવી આશા દશર્વિી વ્યક્ત કરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS