'મહારાણી' વેબ સિરીઝમાં હુમા કુરેશીની દમદાર સ્ટાઈલ જોવા મળી હતી. હવે ફરી એકવાર તે પોતાની એ જ પાવરફુલ સ્ટાઇલમાં પરત આવી છે. બહુઅપેક્ષિત વેબ સિરીઝ 'મહારાણી 3'ની જાહેરાત કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં જ રિલીઝ થવાની તૈયારીમાં છે. હાલ તો નિર્માતાઓએ સિરીઝનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. જે ખૂબ જ ઉત્સાહિત કરી મૂકે તેવું છે. આ ટીઝરમાં હુમા કુરેશીને દમદાર અને શક્તિશાળી અવતાર રજૂ કરવામાં આવી છે.
'તરલા' અને 'મોનિકા ઓ માય ડાર્લિંગ'ની સફળતા બાદ હુમા કુરેશી ખૂબ જ ઊંચાઈ પર છે. હવે તે તેના શો 'મહારાણી 3' સાથે તૈયાર છે. ટીઝરમાં ફરી એકવાર રાણી ભારતી પોતાના સિંહાસન પર બિરાજમાન છે. હવે રાની ગ્રેજ્યુએશન પાસ કરી ચૂકી છે અને કહે છે કે જ્યારે ચોથી નાપાસ થયેલી છોકરીએ જીવન બરબાદ કરી નાખ્યું ત્યારે ગ્રેજ્યુએટ થયા બાદ તમારા બધાનું શું થશે? એક મિનિટ સાત સેકન્ડના ટીઝરમાં રાનીના પાત્રમાં હુમાની ઝલક જોવા મળી હતી. જેમાં તે હથકડી પહેરેલી અને પુસ્તક પકડેલી જોવા મળી હતી.
પોલિટિકલ ડ્રામા સિરીઝ 'મહારાણી 3' આગામી સમયમાં રિલીઝ થવાની છે. ત્યારે પ્રથમ બે સિઝનમાં, હુમાએ રાણી ભારતીનું પાત્ર ભજવ્યું હતું. જેણે રાજકારણની દુનિયામાં પોતાની તાકાત અને સ્થિતિસ્થાપકતાથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. આ શ્રેણીએ અભિનેત્રી તરીકે હુમાની અદ્ભુત બહુમૂખી પ્રતિભાને ઉજાગર કરી હતી. કારણ કે તેણીએ સહજતાથી પ્રેક્ષકોના હૃદયને સ્પર્શ કર્યો હતો અને ભાવનાત્મક દ્રશ્યોથી લઈને તીવ્ર રાજકીય મુકાબલો સહિતની દરેક વસ્તુને ખૂબ સારી રીતે ઉજાગર કરવામાં આવી હતી. જેણે પ્રેક્ષકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ વેબ સિરીઝ દેશની સૌથી વધુ જોવાયેલી અને અત્યંત સફળ શ્રેણીઓમાંની એક રહી છે. હવે મહારાણીની ત્રીજી સિઝન પણ મનોરંજનનો ડોઝ આપવા તૈયાર છે.
સીરિઝ વિશે વાત કરીએ તો, 'મહારાણી 3' નરેન કુમાર અને ડિમ્પલ ખરબંદા દ્વારા બનાવવામાં આવી છે, જેનું નિર્માણ સુભાષ કપૂર દ્વારા કરવામાં આવ્યું છે અને સૌરભ ભાવે દ્વારા નિર્દેશિત છે. સુભાષ કપૂર અને નંદન સિંહ દ્વારા લખાયેલી મનોરંજક વાર્તામાં હુમા કુરેશી, અમિત સિઆલ, વિનીત કુમાર, પ્રમોદ પાઠક, કાની કુસરુતિ, અનુજા સાઠે, સુશીલ પાંડે, દિબયેન્દુ ભટ્ટાચાર્ય અને સોહમ શાહ મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. પણ એવું જાણવા મળ્યું છે કે તે ટૂંક સમયમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech