'હમ આપકે હૈ કૌન' ફિલ્મના મ્યૂઝિક ડાયરેક્ટરનું નિધન, લતા મંગેશકરે વ્યક્ત કર્યો શોક 

  • May 22, 2021 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ માટે આજનો દિવસ દુખદ સમાચાર લાવ્યો છે. આજે મૈને પ્યાર કિયા અને હમ આપકે હૈ કોન જેવી ફિલ્મોમાં હિટ ગીત આપનાર મ્યૂઝિક ડાયરેક્ટર  રામલક્ષ્મણનું નિધન થયું છે. 78 વર્ષીય રામલક્ષ્મણ છેલ્લા થોડા સમયથી બીમાર હતા અને તેમણે આજે નાગપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. 

 

 

રામલક્ષ્મણને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. તેમણે અત્યાર સુધીમાં હિંદી ફિલ્મો ઉપરાંત મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. 

 

 

રામલક્ષ્મણના નિધન પર સ્વર કોકિલા લતા મંગેશકરે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરી જાણકારી આપી હતી. રામલક્ષ્મણનું સાચું નામ વિજય પાટિલ હતું. તેમને હાર્ટએટેક આવ્યા બાદ તેમનું નિધન થયું હતું. થોડા દિવસો પહેલા જ તેમણે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS