ઉપલેટા યાર્ડમાં જીરૂ અને એરંડાની ભારે આવક: સારા ભાવ મળતા ખેડૂતોમાં રાજીપો

  • March 15, 2021 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત સાલ સારા વરસાદ અને વાતાવરણને કારણે ખેડૂતોને શિયાળુ પાકમાં એરંડા, જીરૂનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલ હતું. સદનસીબે પાકને અનુરૂપ વાતાવરણ બંધાતા પાક પણ સારો અને સારા પ્રમાણમાં ઉતર્યો હોવાનું નાગવદરના ખેડૂત ચંદુભાઈ વેકરિયાએ જણાવેલ હતું આ અંગે માર્કેટિંગ યાર્ડનાં સેક્રેટરી રાજભાઈ ઘોડાસરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, યાર્ડમાં દરરોજ એરંડા ૧૨૦૦થી ૧૫૦૦ મણની આવક છે.

એરંડાના ૨૦ કિલોના ભાવ ૯૦૦થી ૯૪૦ જેવા છે જયારે જીરૂ પણ દરરોજ ૧૫૦૦થી ૨૦૦૦ મણ જેવું યાર્ડમાં ઠલવાઈ રહ્યું છે જીરાનો ૨૦ કિલોના ભાવ ૨૪૦૦થી ૨૬૫૦ જેવા ખેડૂતોને મળી રહ્યા છે જયારે યાર્ડના વેપારી વાલજીભાઈ રામોલિયાએ જણાવેલ કે ઓણ સાલ યાર્ડમાં શિયાળુ પિત સારૂ હોવાથી એરંડા, ધાણા, જીરૂ સહિત શિયાળુ પાકની આવક સારી છે. ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application